________________ હું આત્મા છું પણ સદા જીવવું જ પ્રિય છે, શા માટે? આત્મા અમર છે. એ મરતે નથી તેથી જીવની માંગ પણ અમરતાની જ છે. અને ત્રીજું અનિત્ય પદાર્થ કે અનિત્ય સંબંધ પણ જીવને પસંદ નથી. તે હંમેશાં પદાર્થની નિત્યતા, સંબંધની નિત્યતાને જ ઇચ્છે છે. તેનું કારણ પણ એ જ છે કે જીવનું સ્વરૂપ નિત્ય છે. આત્માને નાશ થતો નથી. આમ જીવની માંગ નિત્ય સુખની, અવિનાશીપણાની, અમરપણની તથા નિત્યત્વની છે. એ જ સૂચવે છે કે જીવનું પિતાનું સ્વરૂપ જેવું છે એવું જ એ ઇચ્છે છે. પણ તેને ખબર નથી કે પિતાની ઈચ્છા કેમ પૂરી થાય? એ જે માગે છે તે શેમાંથી મળે એ ભાન નથી તેથી એ પુદ્ગલમાં આ બધું શોધવા જાય છે અને પરિણામે નિરાશ થાય છે. જ્ઞાનીઓએ આવી જીવની દશા જોઈને જ ફરમાવ્યું છે કે જીવે અનુપ્રેક્ષા-વિચારણા કરવી જોઈએ. ભાવના ભાવવી જોઈએ. તે માટે બાર ભાવનામાં સર્વ પ્રથમ અનિત્ય ભાવના મૂકી. જેનું ચિંતન કરવાથી જીવને એ ભાન આવે કે પિતે નિત્ય-શાશ્વત ચેતન દ્રવ્ય છે. અને પુદ્ગલ અનિત્ય દ્રવ્ય છે. અનિત્યના સંયોગ પણ અનિત્ય જ હોય. જે પોતે અનિત્ય હેય તે કદી નિત્ય સુખ આપી શકે જ નહીં. આમ પુગલમાં સુખબુદ્ધિ છે તે ટળે. અને તે પછી જીવમાં થતા રાગાદિ ભાવો અનિત્ય એક અનિત્યતાને વિચારતાં વિચારતાં અંતે જીવ નિત્ય એવા ચિપ આત્મા પાસે આવીને અટકે. તેમાં સ્થિર થાય અને સર્વ અનિત્યભાવે ટળી જાય. આમ અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન છેવટે જીવના શુદ્ધ સ્વરૂપ સુધી દોરી જાય. અને પછી જીવ પિતાના નિર્વિકારી પરમ શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય, તે જ ધ્યાન. આમ પ્રથમ વિચારદશા અને પછી ધ્યાનદશા. વિચારદશા એટલી બળવાન હોય કે જે સર્વથી આમાને ભિન્ન બતાવતાં બતાવતાં આત્માને અસંગદશાનું ભાન કરાવે. આ ભાન આત્માને નિજ ઉપગમાં સ્થિર કરે. આત્મામાં રહેલ અનંતજ્ઞાનની પર્યાય પણ અનંત અને એ અનંત