________________ 64 હું આત્મા છું નિર્ણય આવે જોઈએ કે મારું સમસ્ત જીવન ગુરુદેવના ચરણે સેંપી એમની એક–એક આજ્ઞાને માથે ચડાવવામાં જ મારું હિત છે. તે સિવાય મારી આત્મબ્રાંતિ ટળશે નહીં. મને યથાર્થતા સમજાશે નહીં. ચૈતન્ય આત્માની અનુભૂતિ થશે નહીં. અને હવે જ્યારે ગુરુનું શરણ મળ્યું છે ત્યારે આત્માનુભૂતિ કર્યા સિવાય પાછું ફરવું નથી. અનાદિ સંસારમાં બીજા સંગે મળ્યા ત્યાં ભૌતિક સુખ પામ્યા પછી પણ એ બધાં સુખભાસ જ નીવડયા. તેણે આત્માની અશુદ્ધિને દૂર ન કરી માટે હવે ગુરુદેવનાં ચરણશરણમાં જઈ અશુદ્ધિને દૂર કરી આત્માની શુદ્ધદશાની પ્રાપ્તિ કરવી છે. આ દઢ સંકલ્પ જેના અંતરને વિષે વતે છે તે સદગુરુના લયે વત્યે જાય. અને પછી તેઓએ આપેલ ઔષધનું સેવન કરે. ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવામાં શિષ્યની કયાં સુધીની અર્પણતા જોઈએ ત્યારે તે ઔષધ લેવાને અધિકારી બને?! અમારા દાદાગુરુ તપસ્વીશ્રી પૂજ્ય માણેકચંદજી મહારાજ સાહેબ, જેઓ જ્ઞાનપ્રાપ્તિ માટે રાજસ્થાનમાં પૂ. ફિકિરચંદજી મહારાજના ચરણમાં પધાર્યા હતા. જ્ઞાન આપતાં પહેલાં પૂ. કિરચંદજી મહારાજ આ યુવાન સાધુની પાત્રતા વિષે પરીક્ષા કરતા. તેમાં એક વાર તેઓએ એક એવી આજ્ઞા કરી કે જેનું પાલન કરતાં સાધુના મનમાં પણ વિકલ્પ ઉઠે. તેઓએ અંદરના રૂમના ગેખલામાં પડેલ એક ચીજ લાવવાનું કહ્યું. પૂ. માણેકચંદજી મહારાજ રૂમમાં જઈ ગેખલામાંથી ચીજ ઉપાડે છે, તે હરડેનું સચેત ફળ. એ તે લઈ આવ્યા પૂ. મહારાજ સાહેબ સામે ધર્યું, અને પૂ. મહારાજ સાહેબે હતું ત્યાં ને ત્યાં મૂકી આવવાની આજ્ઞા કરી. પૂ. તપસ્વીજી મહારાજ સાહેબ પાછું મૂકી આવ્યા. અને ફરી શાસ્ત્ર સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થઈ ગયા. દિવસે નહીં, મહિનાઓ વીતી ગયા. પણ પૂ. માણેકચંદજી મહારાજના મનમાં કઈ વિકલ્પ નથી. આખરે પૂ. ફકિરચંદજી મહારાજ સાહેબે એક દિવસ પૂછયું: