________________ હું આત્મા છું આત્માને પિતાની જ ભ્રાંતિરૂપ રોગ છે. મિથ્યાત્વમાં ફસાયે છે. એટલે સર્વ પ્રથમ તે સદ્ગુરુના ચરણમાં જવું પડશે. જેમણે સ્વયં આત્મા અનુભવ્યો છે, એટલું જ નહીં પણ સદ્ગુરુ પ્રથમ આપણા જેવા જ રોગી હતા. તેઓએ મિથ્યાત્વની પીડા વેઠી છે અને પછી તેમાંથી મુક્ત થઈ સમ્યક્ત્વને પામ્યા છે. જેણે પિતાની જાત પર અનુભવ કર્યો છે. માત્ર બહારની લેબેરેટરીમાં પ્રયોગ કરી જાણ્યું કે ગ્રન્થમાં વાંચીને જાણ્યું એમ નથી. શરીરના રોગને દૂર કરનાર વૈદ્ય તે બહારના પ્રયોગ, વાંચન કે અન્યતા અનુભવેથી જાણતા હોય. તેણે બધા જ રેગને અનુભવ પિતાના શરીરમાં ન કર્યો હોય. તેથી એ ગમે તેટલો અનુભવી હોય છતાં સ્વયં અનુભવ્યું ન હોય. જ્યારે અધ્યાત્મમાગે એ બહુ જ મોટો લાભ છે કે જે સદ્દગુરુનાં ચરણે, મિથ્યાત્વના વિકાર કાઢવા માટે જવું છે એ પિતે દદી હતા. દવા લીધી અને દર્દ દૂર કર્યું. તેથી એમના પાસેથી મળતી સલાહ સૂચનામાં કયાંય ખામી ન હોય. સ્વયંના અનુભવથી દઈ શું અને દવા શું એ તેઓ કહે. વળી નિરોગી અવસ્થાને આનંદ પણ તેમણે જ માણે છે. મિથ્યાત્વને વિકાર જતાં સમ્યક્ત્વરૂપ સ્વસ્થતા-નિજ સ્વરૂપ પ્રાપ્ત થતાં તે આત્માનંદ કે છે તે તેઓને યથાર્થ જાણ છે. માટે જ તેઓને ગાથામાં “સુજાણ કહ્યા છે. આવા જ્ઞાની ગુરુદેવને કશું ય છુપાવ્યા વિના પિતાની જાત સેંપી દઈએ. અંતરમાં ઉઠતા એક-એક ભાવને તેમના સમક્ષ જાહેર કરી દઈએ. આપણી અજ્ઞાનદશાને પ્રગટ કરી દઈએ તે તેઓ તરત આપણે રેગને પકડી પાડી કહેઃ તમને બીજું કશું નથી પણ મિથ્યાત્વ નામને માટે રોગ છે. આત્મા પિતાને જ ભૂલી ગયા છે. મિથ્યાત્વરૂપ મહાઅશુદ્ધિ આત્મામાં પેદા થઈ છે. અને એના કારણે જ સંસારનાં સમસ્ત દુખો ઊભાં થયાં છે. એ દુઃખને દૂર કરવા ગમે તેટલા પ્રયાસ કરે, ઉપરથી ગમે તેટલી માલીસ કરો પણ અંદરની મિથ્યાત્વ બિમારી જાય નહીં. પિતે સચ્ચિદાનંદ સ્વરૂપ, અવિકારી આત્મા છે. એ જ્યાં સુધી અનુભવે નહીં