________________ આત્મબ્રાંતિ સમ રાગ નહિ. ગભીરતા એવી ને એવી જ રહે છે તેમ જૈનદર્શન પણ એકાંતવાદી દર્શને પિતામાં સમાવી લે છે. કઈ પણ વ્યક્તિ તટસ્થ ભાવે આ છ એ પદેનું અધ્યયન કરે છે તેમાં તેને છ એ દર્શનનાં ત મળ્યા વગર રહે નહીં. એવાં અલૌકિક અને અદ્દભૂત છે આ છ પદે. હવે શ્રીમદ્દજી જીવની પ્રથમ ભૂવ કયાં થાય છે તે સમજાવતાં કહે છે - આત્મબ્રાંતિ સમ રેગ નહી, સદ્દગુરૂ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન....૧૨૯. પિતે પિતાને જ ન ઓળખે એના જેવી બીજી ભૂલ કઈ હોય? અનાદિ સંસારમાં જીવે પિતાને જ જાણ્યું નથી. હું આત્મા છું' એ જાણે તે ભૂલી જ ગમે છે અથવા દેહને હું માની લીધું છે. આ છે જીવની મિથ્યાત્વ દશા. આને જ શ્રીમદ્જી મહારોગ તરીકે ઓળખાવે છે. શરીરમાં મહારેગ કયારે થાય? શરીરની સ્વાભાવિક પ્રતિકારશક્તિ (Resistance power) ઓછી થાય ત્યારે. આ શરીરમાં બહારની બધી જ વિકૃતિઓ સામે ઝઝુમવાની તાકાત છે. જ્યારે કોઈ રોગાણુ શરીરમાં વિકૃતિ ઊભી કરવાનો પ્રયાસ કરે કે શરીરની પ્રતિકારશક્તિ તેની સામે લડી તેને હરાવી દે છે. પછી ગાણ શરીરને કંઈ કરી શકતા નથી. પણ કઈ કારણે પ્રતિકારશક્તિ મંદ પડી ગઈ તે શરીરને રેગથી ઘેરાઈ જતાં વાર લાગતી નથી. તેમ જીવમાં મિથ્યાત્વાદિ રોગાણુ સામે લડવાની પ્રચંડ તાકાત છે. અંદરમાં જ આ અસીમ શક્તિ પડી છે. પણ મેહના પ્રાબલ્ય એ શકિતને મંદ કરી નાખી છે. તેથી આત્મા વિકારે સાથે લડી શક્યું નથી અને રેગ વધતા જાય છે. રોગી રહેવું કેઈને ય ગમતું નથી. નિગી સ્વસ્થ અવસ્થા જ સહુને પ્રિય છે. તે સર્વ પ્રથમ રોગ શું છે તે જાણવું પડશે. અર્થાત્ નિદાન કરાવવું પડશે. એ નિદાન માટે અનુભવી વૈદ્ય જોઈશે. તેના હાથમાં શરીર સેપવું પડશે. બંધુઓ શરીરની બિમારી માટે સારામાં સારો અનુભવી જુનો વૈદ્ય જોઈએ. તેમની પાસે જઈ એક-એક ફરિયાદ, એક-એક હકીકત કશું જ છૂપાવ્યા વગર કહીએ તે જ સાચું નિદાન થાય.