________________ આત્મભાં સમ રોગ નાહ...! વખરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય છ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના સર્વથી ભિન્ન એવા આત્માની શુદ્ધ પ્રતીતિ કરાવે છે. જેને આત્મા પ્રતીત થયે તેને પરમાત્મભાવ પ્રગટે જ પ્રગટે, આરાધનાની અંતિમ સિદ્ધિ એટલે જ પરમાત્મપદ. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્જીએ આત્માથી પરમાત્મા થવાને રાહ પ્રશસ્ત ર્યા પછી હવે આ શાસ્ત્રને ઉપસંહાર કરે છે– દર્શન પટે શમાય છે, આ ષ સ્થાનક માહિ; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ...૧૨૮. આત્મા છે આદિ છ સ્થાનકેનું વર્ણન ખૂબ જ વિસ્તારથી આ શાસ્ત્રમાં કરવામાં આવ્યું. અન્ય અન્ય દર્શનની આત્માદિ વિષયક માન્યતાને લક્ષ્યમાં રાખી, શિષ્યના મુખે શંકાએ કરાવી. અને તે શંકાઓનાં સમન્વયાત્મક દષ્ટિકોણથી ગુરુદેવે સમાધાન આપ્યાં. જેમાં અન્ય દર્શનની માન્યતાઓની અપેક્ષાઓ, જૈનદર્શનને કયા નયથી સ્વીકાર્ય બને છે, તે તર્કસંગત સમજાવ્યું. છ એ પદની માન્યતા અન્ય અન્ય દર્શનેમાં એક નહીં તે બીજી રીતે સ્વીકારાઈ છે. થોડા શબ્દ પ્રયોગને ફેરફાર જરૂર છે, છતાં મૂળભૂત તો બધે જ સ્વીકારાયા છે. હા, કેટલાક દર્શનેની કેટલીક માન્યતાઓ એકાંતિક છે. જ્યારે જૈન દર્શન અનેકાંતવાદી દષ્ટિકોણથી જગતનાં બધાં જ તત્ત્વ અને આત્માને જુએ છે, તપાસે છે, વિચારે છે. આમ જૈન દર્શન અનેકાન્તવાદી હેઈ પોતાની વિશાળતાને પરિચય આપે છે. જેમ સાગરમાં સર્વ સરિતાઓ મળી જાય છે છતાં સાગર છલકાતું નથી, તેની