________________ 58 હું આત્મા છું હોય તે પણ એ જીવને મેક્ષ તે નિશ્ચિત જ. અહીં ગુરુદેવે શિષ્યને મેક્ષ પામવાના વિઝા હાથમાં પકડાવી દીધા. જા બેટા ! ફતેહ કર ! હવે તને મેલે જતાં કેઈન રેકે. આજની નહીં તે કાલની ફલાઈટમાં પણ ગંતવ્ય સ્થાને પહોંચવાને જ. બંધુઓ ! વ્યાવહારિક જગતમાં આવી જાતને ઉપકાર કરનારને પણ તમે ભૂલતા નથી, તે આધ્યાત્મિક ક્ષેત્રે જેમણે ભવની ભાવડ ભાંગી નાખી તેવા ઉપકારી ગુરુદેવને ઉપકાર કેમ ભૂલાય ? તેથી જ શિષ્ય વારંવાર ગુરૂદેવના ઉપકારનું સ્મરણ કર્યું છે. છેલ્લી ચાર ગાથા ભક્તિભાવની પરાકાષ્ટારૂપ છે. આખા યે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ્ઞાનયોગ અને ચારિત્રયાગની વાતે ઘણી આવી અને ભૂમિકામાં તથા આત્માથીંનાં લક્ષણેમાં થેડી ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણતા પણ બતાવી. પરંતુ આ ચાર ગાથાઓ શિષ્યની ચરમ કેટિની ભક્તિનાં દર્શન કરાવે છે. મુખેથી પ્રભુનાં કે ગુરુદેવનાં ગુણગ્રામ કરી લેવાથી કે સ્તુતિ ગાઈ લેવાથી ભક્તિ થઈ જતી નથી. એ તે ક્ષણિક ભાવે છે. વળી કયાંક શ્રોતેન્દ્રિયના વિષયરૂપ પણ બની જાય છે. યથાર્થ ભક્તિ તે. તેનું જ નામ કે ગુરુદેવ અથવા અરિહંતના ચરણ-શરણમાં સર્વસ્વનું સમર્પણ. સર્વસ્વ છાવર કરવાની અજબ-અદમ્ય લગની. જ્યાં પિતાનું પોતાપણું કશું જ રહેતું નથી. માનનું સર્વથા વિસર્જન થાય. અહં ઓગળી જાય. તેનું નામ ભક્તિ. છેડી ગીત ભકિત કરી લીધા પછી મનમાં એવા ભાવ ઉઠતા હોય. કે ભક્તિ તે હું જ કરી જાણું. બીજા શું જાણે ભકિતની રીત? ત્યાં જ અહં. અને આ અહં વાસ્તવિક ભક્તિના ભાવ જાગવા ન દે. તેથી જ અહીં શિષ્ય પિતાની દીનતા બતાવી છે. દીનતા સહિત સદ્ગુરુનું દાસત્વ સ્વીકાર્યું છે. ! અહીં સુધી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ગુરુ-શિષ્યના સંવાદ પછી શિષ્યના ઉલ્લસિત ભાવેના અંતર ઉદ્દગારો કદા. હવે પછીની ગાથાઓમાં ઉપસંહાર તથા કંઈક હિત શિક્ષા શ્રીમદ્જી આપણને આપે છે, જે લક્ષ્યમાં લેવા જરૂરી છે. તે શું તે અવસરે.