________________ ભિન્ન બતાવ્યે આપ 57 નહીં. તે તે માત્ર શોભાની. તેમ ગમે તે સુંદર સ્વરૂપવાન દેહ હોય પણ તેની કિંમત કંઈ જ નહીં. સમય થતાં તેમાં રહેલ અચિંત્ય શક્તિવાન, ચૈતન્ય દ્રવ્ય આત્મા દેહને મૂકીને ચાલતે થશે. પછી એ દેહની રાખ જ થાય. માટીમાં તેનું મળવું જ પડે. અહા ! આ આત્માનું કેવું અપૂર્વ સામર્થ્ય છે કે જ્યાં સુધી એ દેહમાં હોય ત્યાં સુધી જ દેહની સુંદરતા, સૌષ્ઠવ ! સ્વસ્થતા, આદિ રહે અને આત્મા તેમાંથી નીકળીને ચાલતે થાય કે દેહ બીજી જ ક્ષણથી સડવાનું શરૂ થઈ જાય. માટે જ દેહની કિંમત નથી, આત્માની છે. મ્યાનની કિમંત નથી, તલવારની છે મેલ કરે તલવારકા, પડા રહન દ મ્યાન, મ્યાન ભલે પડી. અંદરની તલવારમાં કેવી તિણતા છે, તે જોઈ લે. તે કેટલી ઉપયોગી છે તે જાણી લે. દેહ ગમે તે ગતિને કે જાતિને હેય, નાનો હોય કે મેટો હોય, સુંદર હોય કે અસુંદર હોય તેની કશી યે કિમત નહી. તેમાં રહેલ અનંત જ્ઞાનવાન, સુખ સ્વભાવી આત્માને જાણી લે. આમ ગુરુદેવે અનંત સામર્થ્યવાન્ આત્માને ઓળખાવે. સાથે સાથે સ્યાદ્વાદ સિદ્ધાંતથી તેનું સ્વરૂપ બતાવી, તેની મુક્તિના ઉપાય બતાવ્યા. સંવર અને નિર્જરારૂપ મેક્ષમાર્ગનું બતાવવું તે પણ ગુરુદેવને અનહદ ઉપકાર છે. જીવને ધર્મની શરૂઆત સંવરથી થાય છે. તેમાં પ્રથમ સંવર તે સમ્યગુદર્શન–બેધિબીજ, સમ્યગદર્શન આવે તે જ અનાદિના આશ્રવ રૂપ મિથ્યાત્વ જાય. જ્યાં સુધી મિથ્યાત્વ પડ્યું છે ત્યાં સુધી ધર્મયાત્રા શરૂ થતી નથી. સદાચાર કે નીતિના ગુણે જીવનમાં આવી શકે. માર્ગનુસારીપણું જીવ પામી શકે પણ જે ધર્મ–ચાત્રા આત્મવિકાસનાં પાને પર ક્રમશઃ ચડાવે છે તે યાત્રાને પ્રારંભ થતો નથી. અહીં ગુરુદેવે છે કે પદની વિશદ વ્યાખ્યા કરવાની સાથે શિષ્યને આંગળી પકડી ધર્મ પથ પર મૂકી દીધો કે જેથી તેને વિકાસ હવે વધતે ચાલશે. મિથ્યાત્વ આશ્રવ જેને રોકાય અને સમક્તિ સંવર જેને થાય તેના આત્મપરિણામમાં એવી જબરદસ્ત તાકાત પેદા થાય કે એ ભવે જ મુક્તિ લઈ લે. અને કદાચ પરિણામોની હાનિ-વૃદ્ધિ થયા કરતી