________________ પક હું આત્મા છું લક્ષણ આત્મા, સર્વ જડ પદાર્થોથી ભિન્ન બતાવ્યું એટલું જ નહીં પણ મારામાં રહેલ “હું તે જ આત્મા એવી પ્રતીતિ કરાવી. આજ સુધી દેહ તે જ આત્મા એવી ભ્રમપૂર્ણ માન્યતાના કારણે અજ્ઞાન અંધકારમાં અટવાતે હતો. આપે મારું અજ્ઞાન દૂર કર્યું અને મને જ્ઞાનીની કક્ષામાં લાવીને મૂળે. આપના આ અથાગ ઉપકારને કેવી રીતે વર્ણવું? આપના ચરણોની સેવા સિવાય અન્ય ઉપાય શું? પરમ ઉપકારી ગુરુદેવે અજ્ઞાનમાં આથડતા શિષ્યને, જ્ઞાન આપી માર્ગ પ્રશસ્ત કર્યો તેથી શિષ્ય કહે છે - અજ્ઞાનતિમિiધાનાં જ્ઞાનગર શાસ્ત્ર नेत्रमुन्मिलित येन तस्मै श्री गुरवे नमः / / અજ્ઞાનના અંધકારથી અંધત્વ વ્યાપેલું હતું. જગત અને જગતનાં તો વિષેની ભ્રમણ અનાદિથી ચિત્તમાં પડી હતી આત્મા તે હું અને હું તે આત્મા તે કદી ને પણ જણાયું ન હતું. ઉપકારી ગુરુદેવે અંધ નેત્રોમાં જ્ઞાનનાં અંજન ભર્યા ! સહેવાં બહુ જ આકરાં હતાં અજ્ઞાનમાં મોજ માણતા જીવને જ્ઞાન તે દુખરૂપ ભાસે. દુખતી આંખમાં ભરાતા ભરણ જેવું પીડાદાયક લાગે. પણ કરૂણાળુ ગુરુદેવે, મમતાળુ માતાના વાત્સલ્ય ભાવે, વિવેક નેત્રમાં જ્ઞાનના ભરણ ભર્યા. અજ્ઞાનના સુખાભાસ લાગવા માંડયું. અને આંખ આડેનાં પડળ ખસવા માંડયાં. બંધ ચક્ષુઓ ઉઘડયાં. જ્ઞાન પ્રકાશ ભળા. અને તેમાં અનંત દિપ્તીવાન નિજ આત્માનાં દર્શન થયાં. આ મહાન ઉપકાર કરનાર ગુરૂદેવના ચરણોમાં નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર. શિષ્યને દેહ-આત્મા, કર્મ-આત્મા, રાગાદિ આત્મા, વિભાવ-સ્વભાવ, આદિનું સ્પષ્ટ ભેદ-વિજ્ઞાન થયું સર્વથી ભિન્ન અને અસંગ આત્મા અનુભવાયું છે. તેથી એ કહે છે કે જેમ ગમાર માણસ પણ જાણે કે રાજાની કમરમાં લટકતી યાન એ માત્ર મ્યાન નથી પણ મ્યાનની અંદર અતિ તીણ શસ્ત્રરૂપ તલવાર છે. જે મ્યાનથી જુદી છે. વળી મ્યાન સેનાની હોય અને રત્નોથી મઢેલી હેય તે પણ તેની કશી જ કિંમત