________________ 54 હું આત્મા છું અક્કડ થઈને જ આવે, તમારામાં પડેલા અહંનું પિષણ ગુરુદેવ પાસે થાય તે ગમે, નહીં તે એવા સંત પાસે પણ ન જાવ ! વિચારો! બંધુઓ ! કયાં છો ! અહીં શિષ્યને એમ નથી. એની દીનતા અહંના સંપૂર્ણ વિસર્જનથી ઉદ્ભવેલી છે. ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિના ભાવથી જન્મેલી છે. ગુરુદેવના ચરણ-શરણમાં રહી, અનાદિની ભૂલને સુધારવી છે. અનંત પરિભ્રમણને ટાળવું છે. આત્માના અનંત સુખને પામવું છે. આ બધું જ નમ્રાતિનમ્ર બન્યા સિવાય ન થાય. અને તે પણ બહારથી દેખાડવાની નમ્રતા નહીં પણ ખરેખર અંતરંગના ઊંડાણમાંથી જન્મેલી સહજ લઘુતા! માન ગળી ગયું છે. માન જાય તે જ મેક્ષ મળે, અન્યથા નહીં. શિષ્યને એવી અડોલ શ્રદ્ધા છે. તેથી માન મૂકી ગુરુદેવના ચરણે દાસાનુદાસ તરીકે સ્વીકારવાની - વિનંતિ કરે છે. પિતાના અંતરના ભક્તિભર્યા ભા ચરણમાં ધરે છે. શિષ્ય ફરી-ફરીને ગુરુદેવના ઉપકારને સ્મરે છે. વળી કે ઉપકાર કર્યો છે તે કહેવા માંગે છે જે અવસરે..