________________ પર ? . હું આત્મા છું કબીર યુવાનના મુખ તરફ જઈ રહ્યા છે. સમજે છે કે યુવાનના મનમાં ગડમથલ ચાલી છે. મુંઝાઈ રહ્યો છે. પાછા ફર્યા. રાત ઢળવા માંડી છે. કબીરે યુવાનને પૂછ્યું : કેમ ભાઈ ! તારો જવાબ મળી ગયે તને ?' યુવાન વિચારે છે, જવાબ? જવાબ કયાં આપે છે? આ તે નાટક . કર્યા. એ કહે છે. મહાત્માજી ! આપે હજુ મને જવાબ કયાં આવે છે ?" અરે બેટા ! આમાં જ હવે તારે જવાબ !" મને ન સમજાયે મહાત્માજી ! કૃપા કરી આપ સમજાવશે ?" જે બેટા! તારો પ્રશ્ન હતું કે તારે સંસારી બનવું કે સાધુ? તને તારી જાત પર વિશ્વાસ હોય કે તું ગૃહસ્થાશ્રમનું સારી રીતે પાલન કરી શકીશ. તું એ આદર્શ ગૃહસ્થ બની શકે. તારા એક–એક કાર્યમાં, એક –એક વિચારોમાં, તારી પત્ની અને બાળકોમાં વિશ્વાસ પેદા કરી શકે તે જ ગૃહસ્થાશ્રમી બનજે. મેં ધોળે દિવસે દિ મંગાવી પહેરણ શોધાવ્યું છતાં મારાં પત્ની કે બાળકે પૂછતાં નથી કે દિવસે દીવાની શી જરૂર છે? પહેરણ તો તમે પહેર્યું તે એક જ છે. પછી શા માટે શોધો છે ? નહીં ! તેઓએ વિચાર્યું કે હું જે કંઈ કહેતે હઈશ તે ગ્ય જ હશે. કારણ વિના આવું કાર્ય ન કરાવું, એ અખંડ વિશ્વાસ તેઓને મારામાં છે. તેથી જે કહ્યું તે કંટાળે લાવ્યા વગર આનંદથી કર્યું. ભાઈ! તું પણ તારા સંસારમાં પત્ની-બાળકેમાં આ વિશ્વાસ પેદા કરાવી શકવાનું સામર્થ્ય ધરાવતું હોય તે જરૂર ગ્રહથી બન. સુખી થઈશ !' તે પૂછ્યું “હું સાધુ બનું? " હમણાં જ આપણે પેલા સાંઈને જોયા. ત્રણ વખત મેં તેમને નીચે બોલાવ્યા, કશું જ કામ કર્યું નહીં, વાત કરી નહીં અને એમ જ પાછા વાળ્યા. છતાં તેમના મુખ પરની એક રેખા ફરી નહીં. તેમની પ્રસન્નતા પાણી નહીં. આવા વૃદ્ધ દેહે એક ડગલું માંડવામાં પણ મુશ્કેલી થતી હોય ત્યાં આવી આકરી ટેકરી ચડવી-ઉતરવી પડે અને તે પણ કઈ કામ વગર ! કેટલું આકરું લાગ્યું હશે તેમને! છતાં એ સંત