________________ 53 છે. સમતા સાધી લીધી છે. ગમે તેવું કષ્ટ આવે, વિષમતા ન આવી એટલે સંયમ પોતાની જાત પર કેળવી લીધો છે. આનું નામ સંત.” ભાઈ ! બન્ને ચિત્રો મેં તારી સામે મૂકી દીધા. હવે તારે ગૃહસ્થી, બનવું કે ત્યાગી, તારી મરજીની વાત છે. પણ જો આવા ગૃહસ્થી કે આવા ત્યાગી બનાય તે જીવન ! બાકી તે જીવન જીવવાના ફાંફાં ! બંધુઓ ! ઉપકારી ગુરુદેવનું સમરણ કરતાં અને ઉપકારને બદલે ચૂકવવા શિષ્ય દેહાદિ સર્વસ્વ ગુરુ ચરણે ધરવા તૈયાર થયા છે. તેને વિશ્વાસ છે કે મારું જે કંઈ છે તે બધું જ ગુરુદેવના ચરણે સોંપી દઈશ. તે કઈ પણ કાંઈ બેલશે નહીં, પછી પરિવાર હોય કે બીજા. ભારતની આ પ્રાચીન પરંપરા છે. ભારતીય સપૂતનું આવું સમર્પણ રહ્યું છે. એટલું જ નહીં, ગુરુદેવના ચરણમાં પિતાનું દાસત્વ રજુ કરે છે. પ્રત્યે ! હું આપને દાસ છું, એમ નહીં પણ દાસાનુદાસ છું. શિષ્યને અહંકાર સદંતર ઓગળી ગયેલ છે. ગુરુદેવને દાસ થઈ રહે તે તે ઠીક પણ ગુરુ દેવને અન્ય દાસ હેય તેને પણ દાસ થઈને રહેવા એ તત્પર થયે છે. મન, વચન, કાયાના ત્રણે યુગોથી હું આપને સંપૂર્ણ સમર્પિત છું. મારૂં મન મારૂં નહીં પણ આપનું. આપની ઈચ્છા હોય એટલું જ વિચારે. એથી વધુ નહીં. મારી વાણીને વ્યાપાર પણ આપની ઈચ્છા હોય તેમ અને એટલે જ થાય, અને આ દેહથી થતી પ્રત્યેક પ્રવૃત્તિ આપની આજ્ઞાને આધીન હોય. મારું મારામાં કંઈ ન રહે. હું તે આપને “દીન” સેવક . મજબૂર છું અને મારું કંઈ ચાલતું નથી એટલે નમ્ર બની ગયો છું, એમ નહીં. વિચારો ! તમને શું થાય ? હેં ! બહાર તે વાઘ જેવા હે તમારી એક ત્રાડથી સેંકડો માણસ ધ્રુજતા હોય ! પણ તમને ય પ્રજાવનાર કઈ ખરૂં? કાં તે હોમ મિનિસ્ટર! કાં તો ઈન્કમટેક્ષ ઓફિસર ! ક્યાં દીન બને છો ? ક્યાં લાચારી અનુભવે છો? જયાં મજબૂરી છે ત્યાં, બીજે નહીં ! ગુરુદેવ પાસે તમારી કોઈ મજબૂરી નથી એટલે ત્યાં તે