________________ 51 દાસ, દાસ, હું દાસ છું કબીર વિચારે છે. યુવાન બુદ્ધિમાન અને કુશળ દેખાય છે. પ્રશ્ન પણ યોગ્ય છે. તેને ઉત્તર પણ ગ્ય મળ જોઈએ. કહે છે બસ ભાઈ!' કબીરજી હાથશાળ પર વસ્ત્ર વણી રહ્યા છે. કામ ચાલુ છે. મધ્યાન્હને સમય છે. સૂર્ય પ્રચંડ તાપે તપી રહ્યો છે. એટલામાં કબીરે પિતાની પત્નીને દવે લઈને આવવાનું કહ્યું. પત્ની હાથમાં દી લઈ આવી એટલે આખા ઘરમાં પિતાનું પહેરણ શોધવા કહ્યું. પત્ની આખા ઘરમાં દી લઈ ફરી પાસે કરાવ્યું. પણ પહેરણ ન મળ્યું. યુવાન વિચારે છે. ગજબ છે આ સંત! એક તે ધોળે દિવસે દીવે લઈ શોધવાનું કહે છે. તે તેનાં પત્ની અને બાળકે શોધે છે. બીજું અકિંચન સંત પાસે માત્ર એક જ પહેરણ છે. જે પોતાના શરીર પર છે. છતાં શધાવે છે અને તેઓ શોધે પણ છે. પત્ની કે બાળકના મોઢા પર કંટાળો કે અણગમે નથી. તે કબીર મૂર્ખ છે કે તેનાં પત્ની-બાળકે? સમજાતું નથી. ડીવારે સાંજ પડતાં કબીર પેલા યુવાનને લઈ ગામની બહાર એક નાની ટેકરી છે ત્યાં લઈ જાય છે. નીચેથી જ અવાજ કરે છે સાંઈ ! નીચે આવે! બે અવાજ લગાવ્યા ત્યાં ઝૂંપડીનું બારણું ખુલ્યું. જર્જરિત કેહવાળા 90 વર્ષના એક ફકીર બહાર આવ્યા. દેહ ધ્રુજે છે. કબીર બોલાવે છે માટે હાથમાં લાકડી લઈ ટેક-ટેકે નીચે આવે છે. ટેકરીને ઉખડ-ખાબડ પથરાળ રસ્ત, કાંટા ને કાંકરા, છતાં ધીરે ધીરે આવી રહ્યા છે. નીચે આવ્યા. કબીરને પ્રણામ કરી પૂછયું: “મહાત્માજી ! મને યાદ કર્યો ? " કંઈ નહીં, કંઈ નહીં, સાંઈ! પધારે! કશું કામ નથી ! " અને એ જ પગલે સાંઈ પાછા ફર્યા. હજુ તે ઉપર જઈ ઝૂંપડીમાં પગ મૂકે છે, વિસામે પણ નથી લીધે ત્યાં બીજી વાર બોલાવ્યા. ફરી એ જ પ્રમાણે નીચે આવ્યા. એમ ત્રણ વાર બોલાવ્યા, અને ત્રણ વાર કશા જ કામ વિના તેમને પાછી વાળ્યા. સાંઈ ચાલ્યા ગયા. યુવાન તાજુબ થઈ જોઈ રહ્યો છે. કબીરના વર્તનમાં તેને કાંઈ સમજ પડતી નથી. ઘરે પણ આવું વર્તન, અહીં પણ આવું વર્તન ! શું છે ? કંઈ સમજાતું નથી !