________________ દાસ, દાસ, હું દાસ છું આપના ચરણમાં ગુરુદક્ષિણા ધરવી છે. પણ શું ધરૂ ? મારા પાસે કશું જ નથી. ભૌતિક પદાર્થો તે આપને રીઝવી ન શકે. રહ્યો માત્ર મારે આત્મા. એ તે આપની જ દેન. એ પણ શું આપું? બસ, માત્ર આપનાં ચરણોને આધીન વત્યે જાઉં. એ કઈ રીતે વર્તવું છે ? તે કહી રહ્યો છે આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુને દિન...૧૨૬.. આપના ચરણેને આધીન થઈ વર્તવાની પ્રતિજ્ઞા કરી છે. તે મારા દેહાદિ આજથી જ આપને સમર્પી દઉં છું. તેમાં એક ક્ષણને ય વિલંબ નહીં. આજથી જ, અત્યારથી જ, માત્ર દેહ જ નહીં, પણ મારી ઇન્દ્રિ, મન, બુદ્ધિ, ચિત્ત વગેરે બધું જ આ શરીરની જે ક્રિયાઓ પર મારો કાબૂ નથી તે છેડીને સર્વસ્વ આપના ચરણે. એટલું જ નહીં, આ ભૌતિક વિશ્વમાં મેં જે કાંઈ “મારું” માન્યું છે. તે બધું જ આપના ચરણે. બંધુઓ ! પ્રશ્ન થશે કે, વ્યકિત પિતે તે ઉપકારીના ચરણે સમર્પિત થઈ જાય, પણ તેના પુત્ર-પરિવાર કે માલ-મિત વગેરે કે જેના પર માત્ર પિતાને જ અધિકાર નથી તે બધાને કેમ સમર્પી શકે? આ પ્રશ્ન ઉચિત છે પણ તેને ઉત્તર પણ એ જ છે. જે વ્યકિતને પિતાના પત્ની, પુત્ર -પરિવાર આદિમાં સંપૂર્ણ વિશ્વાસ છે, તે જ આમ કરી શકે છે. નજીકના ભૂતકાળમાં બનેલી ભારતના ઈતિહાસની ઘટના મહારાષ્ટ્રને શૂરવીર રાજા શિવાજી. તેના ગુરુ સમર્થ સ્વામી રામદાસ, શિવાજીના રાજ -રબારના આંગણે ગુરુદેવ કેળી ફેલાવી, આહલેકની ધ્વનિ કરી ઊભા છે, અને શિવાજીએ ઝોળીમાં એક ચિઠ્ઠી નાખી. જેમાં તેનું સમસ્ત રાજ્ય ગુરુદેવના ચરણે ધરી દીધું. સમર્થ સ્વામી ત્યાગી છે. એ શિવાજીને કહે છે- “શિવા, રાજ્યને હું શું કરું? સર્વત્યાગના પથે છું, તારું રાજ્ય મને ન ખપે.” ના, “ગુરુદેવ ! મેં તે આપને ભિક્ષાના રૂપમાં આપી દીધું, હવે મારે ન ખપે !" ભાગ–૩–૪