________________ હાસ, દાસ, હું ઠાસ છું ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ માર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રનની આરાધના કરતે જીવ જ્યાં સુધી સાધકદશામાં છે ત્યાં સુધી ગુરુદેવના ચીધ્યા રાહે ચાલતું હોય અને મંઝિલને પામી જાય તે ય ગુરુદેવની ભક્તિ કરે એમ શ્રીમદ્જી પહેલાં જ બતાવી ગયા. સાધકના અંતર વિષે ગુરુદેવ એ જ તેનું સર્વસ્વ. ભારતીય પરંપરાને સાધક ગુરુદેવને જ્યારે અંતરભાવથી મૂલવવા બેસે ત્યારે એ કહે गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः / આ વિશ્વની અંદર જે કંઈ સર્વોચ્ચ શકિત છે તે મારા એક ગુરુમાં સમાયેલી છે. બ્રહ્મા કહ, વિષ્ણુ કહે, મહેશ કહે કે પરમબ્રહ્મ પરમાત્મા કહે, એ બધું જ મારા ગુરુદેવમાં સમાયેલું છે, તેનાથી ઓછું કશું જ નહીં, મારા ગુરુદેવનું મૂલ્ય આનાથી કંઈ ઓછું આંકતું હોય તે એ વ્યકિત મારે ન જોઈએ. મારા ગુરુદેવનું મૂલ્ય તે હું જ જાણું. એમના સામે આખું યે જગત તુચ્છ છે. કેઈ મને ગુરુદેવના બદલામાં આખું વિશ્વ આપે તે એ પણ મારે માટે માટી સમાન છે. સ્વર્ગનાં સુખે પણ કંઈ વિસાતમાં નથી. એટલું જ નહીં, મેગ્ય અને પાત્ર શિષ્ય તે એમ કહે કે મારા ગુરુદેવના બદલામાં કે મને મોક્ષનું સુખ આપે તે એ પણ મારે ન ખપે ! - આ છે ગુરુભક્તિ ! આ છે સમર્પણ! આ છે શ્રધ્ધા ! તેથી જ અહીં શિષ્ય કહે છે ગુરુદેવ ! આપે કરેલા અમાપ ઉપકારના બદલામાં મારે