________________ હું આત્મા છું બંધુઓ ! આધ્યાત્મિક સાધના ક્ષેત્રમાં એમ ન ચાલે. જ્યાં સુધી એક્લવ્ય જેવું શિષ્યત્વ નથી જાગ્યું ત્યાં સુધી ગુરૂ-ચરણમાં રહેવાની કે સાધના કરવાની પાત્રતા જ નથી આવતી. માત્ર જીવ જે આત્માને પામી શકે છે. તેથી જ અહીં શિષ્ય કહે છે પ્રભો ! આપના ચરણ-કમલમાં ગુરુ દક્ષિણરૂપ શું ધરૂં ? સંસારના કોઈ પદાર્થમાં એ ગ્યતા જણાતી નથી. આખા યે વિશ્વમાં કઈ મૂલ્યવાન પદાર્થ હોય છે તે માત્ર આત્મા છે. બાકી બધું જ હીન છે. ઈન્દ્રિય મન, બુદ્ધિ દ્વારા મેળવતાં સુખ મને સુખાભાસ લાગે છે જ્યારે જેમાંથી અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે તેવા આત્માને મહિમા શું કહું. સંસારનાં સુખે ગમે તેવાં કે ગમે તેટલાં હોય તે સીમિત છે. ચકવતીની છ ખંડની રિદ્ધિ હોય કે સર્વાર્થસિદ્ધ મહાવિમાનવાસી દેનાં અજોડ પુન્યબળથી મળતું સુખ હોય પણ આત્માના અનંતસુખના અનંત માં ભાગે જ છે. એથી વિશેષ નહીં. આવા મહિમાવાન મુજ આત્મા સિવાય બીજું કશું જ આપના ચરણમાં ધરવા ગ્ય દેખાતું નથી. વળી આત્મા આપના ચરણે ધરું. પણ એ ય આપે જ આપે છે. હું કયાં જાણતા હતા કે હું આત્મા છું? અનાદિ અધ્યાસના કારણે દેહાત્મબુદ્ધિ હતી. આપ કૃપાળુએ મારા પર કૃપા કરી, મને આત્મા ઓળખાવે. આત્માને અનુભવ કરાવે. માટે એ આત્મા પણ આપે જ આપે. તેથી એ મારે નથી. મેરા મુજમેં કહ્યું નહી, જો કછુ હૈ સો તેરા. આવી વાત છે. મારે મારામાં કંઈ જ નથી. જે કંઈ છે તે આપનું જ છે. આપનું આપને આપવા માટે અધિકાર ક્યાં છે? પણ મારે આપના ત્રણથી ઉણુ તે થવું જ છે. કંઈક આપવું જ છે. મારી પાસે કશું ય નથી. બસ, આપના ચરણોની અધીનતા સ્વીકારવા સિવાય કશું જ થઈ શકે તેમ નથી. આપ તે નિષ્કામ છો, નિસ્પૃહ છો. મારી પાસે કશું ય ઈચ્છતા નથી પણ આપના ઉપકારને પ્રત્યુપકાર વાળવા મારૂં