________________ હું આત્મા છું “પ્રખરું કહું છું, યાદ કરો આપ ! કેટલાક વર્ષ પહેલાં હું આપના ચરણમાં શિષ્ય બનીને આવ્યું હતું, મારા અંતરમાં ધનુર્વિદ્યા શિખવાની તમન્ના હતી પણ આપે મને રવીકાર્યું નહીં છતાં આપની જ પ્રેરણા પામી આ વિદ્યા શીખે” મેં તને પ્રેરણા કરી જ નથી ! જ્યારે તું આવ્યો મારી પાસે ?" પધારે ગુરુદેવ ! બતાવું !" જ્યાં તેણે દ્રોણાચાર્યની મૂર્તિની સ્થાપના કરી હતી, ત્યાં લઈ ગયે. બતાવી અને કહ્યું - પ્રભે ! જુઓ! આપની પ્રતિકૃતિ રાખી છે, તેની પ્રેરણાથી જ હું આ કળા શીખે છું !' - આશ્ચર્યચકિત થઈ ગયા, આચાર્ય અને તેઓના શિખ્ય આચાર્યદેવ વિચારે છે. આ કૌર-પાંડ માટે મેં કેટલે પરિશ્રમ કર્યો ? તેમાં ય અર્જુન માટે તે સ-વિશેષ, અર્જુન ધનુર્ધર તે બળે પણ આના જે નહીં. અને આ ભીલ યુવાન માત્ર મૂર્તિની પ્રેરણાથી આ અચૂક નિશાનબાજ બને. ધન્ય છે તેને ! ક્ષણેક તે આચાર્યને એ યુવાન પ્રત્યે વાત્સલ્ય ભાવ જાગે. પિતાને જાણે-અજાણે ગુરુ બનાવી પ્રેરણું ઝીલી તેથી જાણે પિતાને શિષ્ય હોય તેવા ભાવ જાગ્યા. અહંભાવથી તેને શાબાશી આપવા દિલ ઉત્સુક થઈ રહ્યું. પણ બંધુઓ ! એ રાજ. નીતિનાં અટપટા ખેલમાં ફસાયેલ આચાર્ય હતા. તરત જ વિચારમાં પરિવર્તન થયું. ઈતિહાસના પાને અર્જુન જે બીજે ધન્ધર ન લખાવે જોઈએ. મન કપટબાજી વિચારવા લાગ્યું એ ભીલ યુવાનને કહે છે - યુવાન ! તે જેની મૂર્તિ પાસેથી વિદ્યા મેળવી, તેમના પ્રત્યે તારી કઈ ફરજ થાય છે ? એ સમજે છે ? હા ગુરુદેવ ! સમજું છું, આપને મારા પર અનંત ઉપકાર છે. જે કહે તે કરવા તૈયાર છું. ગુરુદક્ષિણ નહીં આપે? ‘જરૂર ગુરુદેવ! પ્રશ્ન હોય જ નહીં ! આપ માગે તે આપવા તૈયાર છું. આપના ચરણમાં મારું સર્વસ્વ છે. મારે મારી જાતનું બલિ