________________ ૪પ શું પ્રભુ ચરણ કને ધરૂં દાન આપના ચરણમાં દેવું પડે તે એ પણ ગુરુદક્ષિણા માટે ઓછું હશે. ફરમા ગુરુદેવ ! આપને બેલ ઝીલવા મને ભાગ્યશાળી થવા દો!' અને બંધુઓ ! દ્રોણાચાર્યના અંતરમાં પડેલ અજુન પ્રત્યેના મમત્વ ભાવે, કપટને આશ્રય લીધે, અને માગી લીધું : મારે કશું ય નથી જોઈતું, માત્ર તારા જમણા હાથને અંગુઠા ભીલ યુવાને અત્યન્ત પ્રમુદિત ભાવથી, હસતાં-હસતાં પિતાના જ હાથે પોતાના જમણા હાથને અંગુઠે કાપી ને ગુરુચરણે ધરી દીધો. મનમાં ક્ષણ માત્ર પણ ભ નથી જ . બંધુઓ ! આ શિષ્ય એટલે એકલવ્ય” શું આપ્યું તેણે ? પિતાનું સર્વસ્વ ! ગમે તે બાણાવળી હોય, પણ તેની સર્વ કળાને આધાર જમણા હાથને અંગુઠે ! એ જાય પછી કંઈ ન રહે. એકલવ્યે તેની સારી વિદ્યા સમપી દીધી. બંધુઓ ! આનું નામ સમર્પણ ! આનું નામ શિષ્યવ ! ગુરુદેવ પક્ષપાતી થઈને આવું માગી રહયા છે છતાં એકલવ્ય વિચારે છે કે તેઓના પક્ષે ગમે તે હોય મારા પક્ષે મારે વિચાર્યા વગર ગુરુચરણમાં જે માગે તે ધરી દેવું જોઈએ. એ છે મારે ધર્મ! બહુ વિચારણીય છેઆ પ્રસંગ! ગુરુ પ્રત્યે માન, આદર, શ્રદ્ધા, ભક્તિ ક્યાં સુધી ? જ્યાં સુધી શિષ્યને બહાલ કરે, પંપાળે, બેટા-બેટા કરી બોલાવે, શિષ્યને અનુકૂળ થઈને રહે ત્યાં સુધી ? કે પિતાનું સર્વસ્વ સેંપી દીધા પછી પણ ગુરુદેવની આકરામાં આકરી હિતશિક્ષા સહન કરવી પડે તેમ કરીને પણ શ્રદ્ધા-ભક્તિ ટકી રહે ? સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ગુરુ-શિષ્યને અનુકૂળ હોય ત્યાં સુધી એ ગુરુ, અન્યથા કાંઈ નહીં ! જેમ તમારા સંસાર-વ્યવહારમાં થાય છે તેમ ! મા-બાપ સંતાનને અનુકૂળ રહે તે એ મારા મા-બાપ. પણ જે એ સંતાનના જીવનમાં ક્યાંય આડા આવ્યા તે કોણ માં-બાપ અને કે સંતાન, તરત, નથી રમતા કહી ઉભા રહી જાય !