________________ હું આત્મા છું શિવા, મેં સ્વીકાર્યું ! પણ જ્યારે તારું રાજ્ય અને તે બધું જ મને સમર્પિત છે, ત્યારે હવે હું કહું તેમ તારે કરવાનું ને ?" “ચોકકસ, ગુરુદેવ ! ફરમાવે. આ શિવે બધું જ કરવા તૈયાર છે. મારું માથું વાઢીને આપના ચરણમાં ધરી દઉં! આપની આજ્ઞા શિરે ધાર્ય કરવામાં મીન-મેખ ન હોય !" “શિવા ! મારે તારું મસ્તક નથી જોઈતું. પણ આ દેશની, આર્ય સંસ્કૃતિની રક્ષા કરવાની જવાબદારી તારા શિરે છે. લે, આ ભગવું વસ્ત્ર લઈ જા, અને તેની સાક્ષીએ રાજ્ય કરજે ! " બંધુઓ ! તમે જાણતા હશે કે શિવાજીના કિલ્લા પર ભગવી ધજા ફરકે છે. આજે પણ એ ભગવી ધજાને માન અપાય છે. તે સમર્થ સ્વામી રામદાસની દેન છે. આ યુગમાં થયેલ મા-ભેમને સારો સપૂત શિવાજી! જેણે ઈતિહાસને દેખાડી દીધું કે શિષ્યનું શિષ્યત્વ કેવું હોય? પિતે એક જ નહીં, આખું રાજય સમર્પી દીધું. આ પરંપરા આધ્યાત્મિક સંસ્કૃતિમાં પણ ચાલી આવે છે. ભ. મહાવીરના 11 ગણધર અને તેમના 4400 શિષ્ય ! જ્યારે એક-એક ગણધર પ્રભુને સમપિત થયાં, પ્રભુનું શિષ્યત્વ સ્વીકાર્યું, ત્યારે તેમના શિષ્યો, કેઈના 500, કોઈના. 400, તે કેઈને 300, એ સહુ પ્રભુના ચરણમાં સાથે જ સમર્પિત થઈ ગયા છે. ત્યાં વિચાર-વિમર્શ કરવા રોકાયા નથી, કે પૂછવા થેલ્યા નથી. ઈંદ્રભૂતિ આદિ સમર્પિત થયા કે તેની સાથે વગર પૂછયે શિષ્ય પણ મહાવીરના ચરણમાં ઝુકાવી જ દે છે. આનું નામ જ છે સર્વસ્વનું સમર્પણ. એ જ છે જીવનની સાચી મઝા. એક વાર એક મેધાવી યુવાન, મહાત્મા કબીર પાસે ગયા. પ્રણામ કરી કહે છે “મહાત્માજી ! એક માર્મિક પ્રશ્ન છે!” “શું?” હું આપને જાણું છું. આપનામાં મારો વિશ્વાસ છે. આપ માનવ-મનના ઊંડાણમાં ઉતરી, તેને માપી શકે છે. તેથી જ આપની પાસે આવ્યો છું. હું હવે યુવાન થયો છું. મારે મારા જીવનને રાહ નક્કી કરે છે. તે આપ બતાવે, મારે શું કરવું ? હું લગ્ન કરી ગૃહસ્થાશ્રમી થાઉં કે સન્યસ્ત સ્વીકારી ભાગી થાઉં ? આ બેમાંથી કયે રાહ પસંદ કરું ?"