________________ ભિન્ન બતાવ્યો આપ..! જતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરતા સાધક જીવનું ચિત્ત નિશદિન સાધનાના ભાવમાં જ રમતું હોય. સાધનાના પ્રત્યેક અંગેનો સ્પર્શ એને થયા જ કરતા હોય. તેમાં ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિના ભાવ પણ રમતા હોય. અહીં શિલ્ય સદ્ગુરુદેવની સમીપે પિતાની શ્રદ્ધા, ભકિત, આદર બતાવ્યાં, એટલું જ નહીં સર્વસ્વનું સમર્પણ કરી દીધું છતાં હજુ તેના ચિત્તમાંથી ગુરુદેવના મહાન ઉપકારનું સ્મરણ ખસતું નથી. એ એમ નથી માનતે કે હવે તે ખૂબ પામી ગયે. આત્મવિકાસ ઘણે સાધી લીધો. મારે હવે કેઈની ય જરૂર નથી પછી વારંવાર ગુરુદેવને શા માટે સ્મરૂં? પણ વારંવાર તેના અંતરમાં ગુરુદેવે કરેલ અપાર કૃપાને અનુભવ થાય છે. તેનું અંતર ગદ્ગદિત થઈ જાય છે. ગુરુદેવે કરેલ ઉપકાર અદ્ભુત છે, અલૌકિક છે. આમ નિરંતર વહેતી વિચારધારા હજુ પણ કહેવા માગે છે કે ગુરુદેવે શું ઉપકાર કર્યો ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યા આપ; મ્યાન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ...૧ર૭... હે! અનંત કરૂણાનિધાન ગુરુદેવ! “આત્મા છે આદિ છ પદોને યુકિતયુક્ત સમજાવીને, સર્વ પરભાવથી, સર્વ પરદ્રવ્યથી આત્મા પોતે ભિન્ન છે તે આપે સ્પષ્ટ બતાવ્યું. ભગવાન મહાવીરના બતાવેલ સ્યાદ્વાદ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખી, આત્માનાં નિત્ય-અનિત્ય, કર્તા-અકર્તા, ભોક્તા-અભક્તા ભાવને યથાર્થરૂપે બતાવ્યું. વળી અસાધારણ ગુણથી વિશિષ્ટ ચૈતન્ય