________________ આત્મ ચિંતન “હું..આત્મા છું” “હું આત્મા... છું” ઉર્ધ્વગમન.. એ મારે સ્વભાવ... હું આત્મા, હું ચૈતન્ય હમેશા ઉપર જવું....એ મારું સ્વરૂપ છે. આ આત્મા સ્વભાવમાં રહે. તે એ ઉપર જાય છે. જીવનું ઉત્થાન” સ્વભાવદશામાં થાય છે. રાગ અને દ્વેષ. એ જીવને પાડનાર છે. નીચે લઈ જનારા છે. જીવમાં રાગ-દ્વેષની જેટલી તીવ્રતા એટલે તે નીચે જાય છે. રાગ-દ્વેષની મંદતા થતાં. જીવનું ઉત્થાન થાય છે...આ જીવનું ઉત્થાન કરવું એ જ સાધના....એ જ આરાધના કમે ક્રમે રાગ-દ્વેષને ક્ષય કરી. મારે... મારૂં ઉત્થાન કરવું છે .. નર્ક-નિગોદમાં પડેલો જીવ... કર્મને કારણે નીચે ઉતર્યો છે... જેમ જેમ કર્મની નિર્જરા થાય તેમ તેમ જીવ ઉપર ચડે છે... જીવને સ્વભાવ છે કે જ્યારે દેહને છોડે... ત્યારે સીધે ઉર્ધ્વગમન કરે છે. અનંત સિદ્ધ પરમાત્મા સાધન વડે સિદ્ધિને પામ્યા,... ત્યારે અંતિમ દેહમાંથી નીકળેલે આત્મા... ઉર્ધ્વગમન વડે લેકારો પહોંચે.... મારે..મારા આ સ્વભાવને સર્વથા પામે છે..મારૂં ઉત્થાન કરવું છે. રાગ-દ્વેષને મંદ કરવા છે. સ્વરૂપદશાની પ્રાપ્તિ કરવી છે. એ માટે મારામાં સ્થિર થાઉં... ચૈતન્યને ઓળખું...ચૈતન્યને જાણું, . ચૈતન્યને અનુભવું. તે આ આત્મા ઉત્થાન સાધી શકે છે. ભૂતકાળમાં હલકી ગતિઓમાં રખડ્યો,. હલકી નિઓમાં ભટ,.. રાગ-દ્વેષના કારણે નીચે ઉતર્યો. હવે નીચે જવું નથી...ઉપર ચઢવું છે... સર્વ... વિશુદ્ધ દશા પ્રાપ્ત કરવી છે....... ઉર્ધ્વગમન... મારું સુખ. ઉત્થાન... એ જ મારે પુરુષાર્થ... એ માટે સ્વમાં સ્થિર થઈ જાઉં.. સ્વમાં સમાહિત થઈ જાઉં.... મારા ચૈિતન્યને અનુભવું. તે સહજરૂપે મારા ઉર્ધ્વ સ્વભાવને પામું...તે માટે વધુ સ્થિર થઈ. વધુ એકાગ્ર થઈ. આત્માનું ચિંતન કરીએ. “હું.. આત્મા.. " “હું. આત્મા છું” “શાંતિ... “શાંતિ”શાંતિ