________________ 42 હું આત્મા છું ખાણમાં પડેલી માટી જે. મારું કશું જ મૂલ્ય નેતું. આપે માટીને પીંડ બનાવી, મને ઘાટ આપે. હું આત્મા છું એનું મને ભાન ને'તું આપે આત્માની ઓળખાણ કરાવી મારા અંતરમાં પ્રકાશ પાથર્યો. અંધકારમાં અટવાતા દીપકને હાથ આપે. આપના ઉપકારને બદલે કેમ વાળું ? કહે ગુરુદેવ આપના ચરણમાં શું ધરું ? બંધુઓ ! ભારતભૂમિનાં સંતાનોની યોગ્યતા કે અદ્વિતીય અને અનુપમ હોય છે. વિશ્વના કેઈ દેશમાં કદાચ આવા સપૂતે નહીં પાક્યા હેય! ભારતની સંસ્કૃતિએ જે રતને પેદા કર્યા તે અજોડ અને અદ્વિતીય. આ દેશમાં ગુરુને શિષ્ય એવે સમર્પિત હોય કે ગુરુદેવ માગે તે વિના વિચાયે તેમનાં ચરણમાં ધરી દે. નનુ-નચ કરે નહીં. ભારતનાં ઈતિહાસની એક ઘટના. પાંડ અને કૌર ગુરુ દ્રોણાચાર્ય પાસે શસ્ત્રવિદ્યા શીખી રહ્યા છે. એ જ વખતમાં એક ભીલપુત્રને ધનુવિદ્યા શીખવાની ઈચ્છા થઈ અને તે દ્રોણાચાર્ય પાસે આવ્યું. પણ વર્ણાશ્રમના કટ્ટર ખ્યાલમાં રાચતા આચાર્ય હલકી જાતિના પુત્રને શિષ્ય તરીકે સ્વીકારવાની ના પાડી. ભીલ બાળક વિનમ્રતાપૂર્વક અરજ કરી રહ્યો છે. આચાર્યદેવ આપના ચરણમાં મને સ્થાન આપે. ભાવમાં, ભાષામાં નમ્રતા છે. અત્યંત ભાવથી ચરણ વંદના કરે છે. બંધુઓ ! વિચારે, હલકી જાતમાં જન્મેલ એ બાળકની ભાષા અને ભાવ કેટલા ઊંચા ? ભૌતિક ક્ષેત્રે ઉપયોગી એવી કળા શિખવી છે, છતાં કેટલે વિનય? કેટલે વિવેક? આપણે આધ્યાત્મિક ક્ષેત્રનું જ્ઞાન લેવા આપણુ ગુરુવર્યો પાસે જઈએ તે કહી શકીએ છીએ કે “આપના ચરણમાં મને સ્થાન આપ !" કે હું કંઈક છું. ઘણું સમજુ છું. મારી ગ્યતા અન્ય કરતાં વિશેષ છે. એવું સમજીને જઈએ છીએ ? જ્યાં સુધી આવા અહિં ટળે નહી ત્યાં સુધી ગુરુદેવનાં અંતરમાં રહેલ જ્ઞાન પામવાના અધિકારી ન થઈ શકીએ! અનધિકાર ચેષ્ટાથી કંઈ પામીએ નહીં ! ભીલપુત્રે નમ્રતાપૂર્વક આચાર્યદેવના ચરણમાં પ્રાર્થના કરી પણ દ્રોણાચાર્ય કહે હું તે ક્ષત્રિયને ગુરુ, મારાથી તારા ગુરુ ન થવાય.