________________ શું પ્રભુ ચરણ કને ધરૂં 41 હેત. બાહુબલીને પણ રાજ્યલિસા તે હતી જ, એટલે જ ભારત સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. પણ ભરતને એમ થયું હતું કે મેં તે ઘણું મેટું રાજ્ય મેળવ્યું. બાહુબલી મારે ભાઈ જ છે. ભલે એનું રાજ્ય એ ભેગવે, તે બાહુબલીજી આવી સાધના કરી સિદ્ધિ ન મેળવી શક્યા હોત. બાહુબલીજીને સાધનાના રાહે લઈ જનાર મહાન નિમિત્ત તે ભરત જ હતા. હા, ઉપાદાન તેઓનું પિતાનું જ હતું તેની ના નહીં. આમ દરેક જીવને કે ઈ-ને-કેઈ નિમિત્ત મળે જ છે અને એ નિમિત્તે આત્મવિકાસ થાય છે. અહીં શિષ્યને સદ્દગુરુદેવનું મહાન નિમિત્ત પ્રાપ્ત થયું છે. એ ગુરુદેવ સમક્ષ કહી રહ્યો છે કે આપે મારા પર અમાપ કરૂણા કરી છે. અનાદિકાળમાં જે નેતું થયું તે આજે થયું. આપના અસીમ ઉપકારના ત્રણમાંથી મુક્ત થવા ઈચ્છું છું પણ કેમ થાઉં? આ તે ભૌતિક ઋણ નથી કે બદલામાં ભૌતિક રિદ્ધિ આપી દઉં તે મુક્ત થઈ જાઉ. વળી પિતાનું ત્રણ પિતાને જ ચૂકવવું પડે. વ્યવહારમાં તે બાપનું ઋણ દિકરા ચૂર્વે, પણ અહીં ન ચાલે. ઉપકારી ગુરુદેવનું ત્રણ વાળવાની તત્પરતા શિષ્યના અંતરમાં જાગી છે તેથી જ એ કહે છે શું પ્રભુ ચરણ કને ધરૂં, આત્માથી સી હીન, તે તે પ્રભુએ આપિ, વતું ચરણુ ઘીન...૧૨૫૦ ગુરુદેવના અનહદ ઉપકારના સ્મરણે શિષ્ય, ગુરુદેવના ચરણમાં કંઈક સમર્પણ કરવા માંગે છે. શું સમર્પ ? શું ચરણે ધરૂં ? આવા મનેમંથનમાં પડે છે. બંધુઓ ! ભારતની આ પ્રાચીન પરંપરા છે. ઝષિ-મુનિઓના આશ્રમેમાં રાજા-મહારાજા અને શેઠ-શ્રીમંતોને સંતાન વિદ્યા શિખવા જતાં, વર્ષો સુધી વિદ્યા-સંપાદન કરી, ગુરુ આજ્ઞા લઈ પાછા ફરે તે પહેલાં ગુરુદેવના ચરણમાં ગુરુ-દક્ષિણા ધરે અને કિંચિત્ ત્રણમુક્ત થવાને પ્રયાસ કરે. અહીં આ શિષ્ય પણ ગુરુદેવ સમક્ષ કહી રહ્યો છે. હે ગુરુદેવ ! આપે મારા આખાયે જીવનનું પરિવર્તન કરી નાંખ્યું. હું અજ્ઞાન હતે.