________________ 27. શુધ્ધ ચેતના રૂપ नाण च देसण चेव, चरित्तं च तवा तहा / वीरिय' उपओगो य, एय जीवस्स लक्खण // જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ છ જીવનાં લક્ષણે છે. આ લક્ષણેની અપૂર્ણતા તે સંસારી દશા અને તેની પૂર્ણતા તે મેક્ષ દશા. શિષ્યના અંતઃકરણમાં છયે પદની શ્રદ્ધા આચારરૂપે ઉતરી રહી છે. આવી અનુપમ ઉપલબ્ધિ થવાથી શિષ્યને આત્મા ગુરુદેવનાં ઉપકારને અભાવે સ્મરી રહ્યો છે. ગુરુદેવના ચરણમાં પોતાની શ્રદ્ધા સમર્પિત કરી જ છે. હવે વિશેષ રૂપે ગુરુદેવના ઉપકારને યાદ કરી ગુરુદેવનાં ચરણ-શરણમાં પિતાનું સર્વસ્વ સમર્પણ કરતા. ગુરુદેવના ચરણ-કમલમાં પિતાના ભાવે વ્યક્ત કરી રહ્યો છે. તે અવસરે—