________________ અહો ! અહો ! શ્રી સદ્દગુરુ વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાન-અનંતદશની પ્રભુ વર, જગતના ભવ્ય જીવો સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન સભ્ય જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, સદ્ગુરુની કૃપા વિના, તેમના માર્ગદર્શન વિના થઈ ન શકે. કદી કઈ જીવ, કયારેય ગુરુદેવનું શરણ સ્વીકાર્યા વિના સાધનાના માર્ગે પગલું ધરી શક્યા નથી. સદગુરુને અનુગ્રહ ઉતરે તે શિષ્ય કેવળજ્ઞાનની પ્રાપ્તિ પણ કરી શકે છે. એવું ક્યારેક જોવા-સાંભળવા મળે કે કોઈ મહાપુરુષને ગુરુ ન હતાં છતાં આત્મ-સાધના સાધી લીધી. જેમણે આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવું મહાન શાસ્ત્ર આપ્યું તે શ્રીમદ્ રાજચંદ્રજીને વર્તમાન ભવે કઈ ગુરુ નોતા મલ્યા. તે છતાં તેમની આત્મ-આરાધનાની દશા અત્યંત ઉચ્ચ હતી. એ વિચારતાં આપણને પણ એમ થાય કે તેઓ વિના ગુરુએ આવી સાધના કરી ગયા તે શું આપણે ન કરી શકીએ? એ જ રીતે બહુ જ નજીકના ભૂતકાળમાં થયેલા અરૂણાચલનાં ગી મહર્ષિ રમણ તેઓમાં અદ્દભુત ગ્યતા હતી. તેમને બાલ્યકાળ તે સર્વ સાધારણ બાળકે જે જ હતું. કશી યે વિશેષતા રહિત ! છતાં 18 વર્ષની યુવાન અવસ્થામાં ઘરમાં જ આત્મ-સાક્ષાત્કાર થયે. આત્મ-સમાધિ તેઓએ અનુભવી. જો કે તે વખતે મહર્ષિ પિતે પણ સમજી શક્યા ન હતા કે તેઓને શું થઈ રહ્યું છે. આત્મા કે પરમાત્માના નામથી પણ અજાણ હતા ! આત્મ-આરાધના એટલે શું? એને કદી વિચાર પણ કર્યો ન હતે ! છતાં સ્વાનુભૂતિ થઈ અને ઘરેથી નિકળી પડ્યાં. દક્ષિણ ભારતના