________________ 36 ' હું આત્મા છું થઈ ગઈ. એને થયું કે ગમે તે સહનશીલ બ્રાહ્મણ હોય પણ આટલી હદ સુધી એ સહી જ ન શકે. ક્ષત્રિય સિવાય આ સહિષ્ણુતા બીજા કેઈનામાં ન હોય, પગથી માથા સુધી તેઓ કાળઝાળ થઈ ગયા ને કોધથી કંપાયમાન થઈ ગરજી ઉઠયા. બેલ, કેણ છે તું ?' કર્ણ ધ્રુજી ઉઠ. ખલાસ ! એાળખાઈ ગયે. મારી સહિષ્ણુતાએ મારી જાતને ખુલ્લી પાડી દીધી. ન સહ્યું હેત, કીડાને દૂર કરી નાખે હોત, ગુરુદેવની ઉંઘ જરા ઉડી જાત પણ ફરી સુવાડી દેત ! પણ હવે શું થાય? ફરી પરશુરામ ક્રોધથી સળગતી સાથે પૂછે છે. બોલ! કેણ છે તું? તું બ્રાહ્મણ નથી, બ્રાહ્મણમાં આટલી સહનશીલતા Uાય જ નહીં. ક્ષત્રિયબચ્ચા સિવાય બીજા કેઈ સહન ન કરી શકે. બેલ! કે છે તું? બેલી નાખ!' ' હવામાં પાંદડું ધ્રુજે તેમ કર્ણ પ્રજી રહ્યો છે. મુખમાંથી શબ્દ નીકળતા નથી. શુરવીરતા જાણે નષ્ટ થઈ ગઈ છે. માંડ - માંડ બો. “ગુરુદેવ! માફ કરો મને !" પરશુરામ કેઈને માફ કરતાં શીખ્યા નથી ! બોલી દે તું કેણ છે?” માફ કરે ગુરુદેવ! સારથીપુત્ર છું !" “હું નીચ જાતિને? બ્રાહ્મણ બનીને આવ્યો? મને છેતર્યો? મારા શરીરને અભડાવ્યું? મારી વિદ્યા લઈ ગયે? પણ જા હું તને શ્રાપ આપું છું કે ખરે સમયે તારી વિદ્યા તું ભૂલી જઈશ !' કર્ણ ધ્રુજી ઉઠ્યો. ધ્રુસકે - ધ્રુસકે રડી પડ્યો. ગુરુદેવનાં ચરણ પકડવાની હિંમત નથી રહી. તેની બધી જ વિધા લૂંટાઈ ગઈ! સમયે કામ ન આવે તે વિદ્યા શા કામની? છતાં પિતાની ભૂલને, પિતાની પટ કળાને પશ્ચાત્તાપ થઈ રહ્યો છે. નત્ - મસ્તકે ઉભે છે. આંખમાંથી અવિરત અશ્રુધારા વહી રહી છે.