________________ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ 37 પરશુરામના અંતરમાં કર્ણ પ્રત્યે વાત્સલ્ય ભર્યું છે. અપાર સ્નેહ પડે છે. આવા શિષ્ય પર તેમને ગર્વ હતું. કર્ણની શ્રદ્ધા - ભક્તિ અને સમર્પણતા પરશુરામના હૈયે વસી ગઈ છે. કપટ કરીને વિદ્યા શિખે તે દુઃખે રેમેરેમમાં આગ લાગી છે. છતાં કણ પ્રત્યેનું વાત્સલ્ય પણ ઉભરાઈ રહ્યું છે. તેઓ ઢીલા પડયાં કહે છે. “બેટા ! જા, જલ્દી ચાલ્યા જા અહીંથી! એક બાજુ તારા પ્રત્યે અપાર સ્નેહ અને બીજી બાજુ અત્યંત ક્રોધ! બેટા! હું જીરવી શક્તિ નથી. ચાલ્યા જા બેટા! ચાલ્યા જા! મારે શાપ પાછે ખેંચી લઉં તે પહેલાં ચાલ્યા જા, શ્રાપ પાછો ખેંચીશ તે મારું બ્રહ્મવા લાજે અને જે વધુ કોઈ જાગશે તે હું તને બાળીને ભસ્મ કરી નાખીશ, મને શિષ્યહત્યાનું પાપ લાગશે. માટે બેટા ! એક ક્ષણને પણ વિલંબ કર્યા વગર ચાલે જા ! આ દુર્ભાગી પરશુરામને શિષ્ય - વિહૂણે છેડી દે. જા બેટા જા !! બંધુઓ! કંઈ પણ બોલ્યા વિના, એક પણ શબ્દને ઉચ્ચાર ક્ય વિના, અપરાધીની જેમ કર્ણ ધીમે - ધીમે ટેકરી ઉતરી ગયે, જંગલમાં અદશ્ય થઈ ગયો. બહુ મોટી હાર ખાઈને પાછા ફરી રહ્યો છે છતાં ગુરુદેવ પ્રત્યે રહેલ શ્રદ્ધા - ભક્તિ કે માનમાં જરા માત્ર પણ ઓટ નથી આવી. પરંતુ આવા ઉપકારી ગુરુદેવને દુભવ્યા, તેમના અંતરને આઘાત લગાડે તેને પારાવાર પશ્ચાત્તાપ છે. હૃદય કકળી રહ્યું છે. વિદ્યા ગઈ તે માટે નહીં પણ ગુરુદેવને સંતાપ્યા તે માટે. ઇતિહાસ સાક્ષી છે કે મહાભારતના યુદ્ધમાં કર્ણને જ્યારે મને મલ્યો. યુદ્ધના પ્રાણ સમે અર્જુન તેની સામે આવ્યું. તેને વીંધી નાખે એટલી જ વાર, અને વિજયમાળ કર્ણના કંઠમાં. એ જ ક્ષણે કર્ણ શસ્ત્ર-વિદ્યા ભૂલી ગયે અને પિતે ઘવાયે, યુદ્ધમાં પડયે, હાર્યો. બંધુઓ ! શિષ્ય તરીકેનું અતિ ઉત્તમ પાત્ર તે કર્ણ. ગુરુદેવના અંતરને કેવું રીઝવી શક્યું હતું ! ગુરુદેવનું અંતર કેળી ઉઠયું હતું અને સંપૂર્ણ વિદ્યા કર્ણને આપી દીધી. પણ કર્ણને કપટબાજી ખુલ્લી પડતાં એ જ ગુરુદેવે શ્રાપ આપે, તે પણ કર્ણનાં અંતરમાં ગુરુદેવ પ્રત્યે જરા પણ છેષ નથી આવ્યું. ગુરુદેવે છેટું કર્યું છે. એમ તેને