________________ 38 હું આત્મા છું નથી લાગ્યુંપણ પિતે ગુરુદેવને દુભવ્યા તેનું જ પારાવાર દુઃખ તેના હૈયામાં છે, આ છે સાચે સમર્પણભાવ! આ છે શિષ્યત્વ! આ છે ગુરુદેવ પ્રત્યે લઘુતા! કબીરે કહ્યું છે કે જે નગ્ન થઈને રહે, લઘુતા દાખવે, તેજ વિશ્વમાં ઊંચો ઉઠી શકે છે. પણ નમીને ચાલતાં આવડવું જોઈ એ. અહં ઓગળે તે જ નમાય, અન્યથા નહીં. તેઓ કહે છેઊંચા ઊંચા સૌ કઈ ચાલે, નીચા ન ચાલે કેઈ નીચા નીચા જે કઈ ચાલે, સબસે ઊંચા હાઈ રામ-રસ ઐસા હૈ મેરે ભાઈ જો કે ઈપીએ અમર હે જાઈ... જ્યારે અહં ઓગળે ત્યારે જ નમ્રતા આવે અને નમ્રતા આવે તે જ ગુરુદેવના અંતરમાં સ્થાન મેળવી શકે. અહંકારથી ભરેલા શિષ્ય ગમે તેવા બુદ્ધિશાળી હોય, વિદ્યા મેળવવાની ઇચ્છાવાળા હોય પણ ગુરુદેવના અંતરમાં સ્થાન પ્રાપ્ત કરી શકે નહીં. જે પોતાના ગુરુદેવના અંતરમાં સ્થાન ન પામી શકે તે વિશ્વમાં તે કયાંથી જ પામે? આ નમ્ર શિષ્ય પિત–પિતાને પામર કહી શકે. ગાથામાં શિષ્ય એ જ કહી રહ્યો છે કે હે ગુરુદેવ! હું તે પામર ! મારામાં શી ગ્યતા? પણ આપ અનંત ઉપકારી છે કે મારા જેવા અપાત્રને પાત્ર બનાવ્યો. મને આપની અપાર કરૂણાને પાત્ર માન્ય એ જ આપને મહાન ઉપકાર છે. વળી અહીં તે ગુરુદેવે મોક્ષને માર્ગ બતાવ્યું છે. જેણે માત્ર એક ભવ માટે જ નહીં પણ ભવે - ભવના ફેરા ટાળી દીધાં, આ ઉપકાર કોણ કરે? તેથી ગુરુદેવની મહાનતાને અહે! અહે! શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. પણ હવે તેમના ઉપકારને પણ કેમ ગણવી શકે ? આ અમાપ ઉપકારને શાની સાથે માપી શકે? તેનું મૂલ્ય કેમ કરી શકે? તેથી ત્યાં પણ અહો ઉદ્ગાર બે વાર મૂકીને શ્રીમદ્જી એ બતાવવા માગે છે કે સંસારથી પાર થવાની રાહ બતાવનાર ગુરુદેવને ઉપકાર સંસારનાં સમસ્ત ઉપકારે કરતાં શ્રેષ્ઠ છે. માનવ પર માતા-પિતા કે શેડનું ઋણ તે હોય જ, પણ એ માત્ર એક જન્મ પુરતું હોય જ્યારે ગુરુદેવનું ત્રાગુ તે જન્મ-જન્માંતરને