________________ 34 હું આત્મા છું અપ્રતિમ સૌંદર્ય, અનુપમ શરીરસૌષ્ઠવ અને અદ્ભુત સાહસ ધરાવતા યુવાનની શીખવાની ધગશથી, આ શિષ્ય પામવા બદલ પરશુરામ પિતાની જાતને ભાગ્યશાળી માનવા માંડયા. આજ સુધી આ શિષ્ય તેઓને મળે નથી. આટલા ઉત્સાહ અને હિંમતથી કેઈ તેમની પાસે શીખવા આવ્યું નથી. તેથી પિતાના પ્રાણ રેડીને કર્ણને એ તૈયાર કરી રહ્યો છે. કર્ણ પૂર્ણ સમર્પણભાવ અને શ્રદ્ધાથી ગુરુદેવે આપેલી વિદ્યાને શીખી રહયે છે. સાથે-સાથે વૃદ્ધ પરશુરામની સેવા પણ અનન્ય ભાવે કરી રહી છે. કર્ણની શિક્ષા પૂરી થવામાં છે. થોડા સમય પછી ગુરુદેવની વિદાય લઈ જવાનું છે. આ સુ-ગ્ય શિષ્ય જાય તે ગુરુને ગમતું નથી, પણ વિદ્યા શીખવા આવ્યા હોય તે જાય જ. એક વખત જે પહાડી ટેકરી પર ઝૂંપડી બાંધીને તેઓ રહ્યા છે. ત્યાં આસપાસ હરિયાળી છવાયેલી છે. સુંદર, સુરમ્ય વાતાવરણ છે. બપરને સમય છે. સૂર્ય તપી રહ્યો છે. પરશુરામનું વૃદ્ધ શરીર થોડે આરામ ચાહે છે. અને તેઓ કર્ણને કહે છે “બેટા ! ચાલ વિશાળ વૃક્ષની છાયામાં આરામ કરીએ. આજે તે તું બેસ અને હું તારા ખોળાનું ઓશિકું કરી સુઈ જાઉં.” બંધુઓ! વિચારજે. ગુરુના હૃદયમાં શિષ્ય પ્રત્યે કેટલે કે ભાવ હશે ? કેટલે સંતોષ હશે ? શિષ્ય કેટલે સદ્દભાગી હશે કે ગુરુને શિષ્યના ખોળામાં માથું મૂકી સુવાનું મન થાય ? શિષ્ય તે ગુરુના ખોળામાં પોતાનું મસ્તક મૂકતે જ હેય પણ શિષ્યને જ્યારે પિતાના ખોળામાં ગુરુનું મસ્તક રાખવાનું સૌભાગ્ય મળે ત્યારે ગુરુના હૃદયમાં રહેલ શિષ્ય પ્રત્યેના વાત્સલ્યનું માપ નીકળી ન શકે ! કણ બેઠે છે, પરશુરામ તેના ખોળામાં માથું મૂકી સૂઈ ગયા. પલવારમાં મીઠી નિદ્રા આવી ગઈ. કર્ણ બેઠા-બેઠે ગુરુદેવના ખુલ્લાં શરીર પર જીવ-જંતુ-મચ્છર બેસી હેરાન ન કરે તેને ખ્યાલ રાખી રહ્યો છે. સાથે પિતાના જીવન પર વિચાર કરી રહ્યો છે. ગુરુદેવનાં મહત્ ઉપકારને મને -મન સ્મરી રહ્યો છે. આટલી વૃદ્ધ કાયા પિતા માટે કેટલે પરિશ્રમ વેઠી