________________ 32 હું આત્મા છું સપુરુષના મુખમાંથી નીકળતા શબ્દ જડ પુદગલ જ છે છતાં તેઓની સાધનામય ભાવધારાથી ભીંજાઈ ને નીકળ્યા હોય તેથી તે સાધકને અસર કર્યા વિના રહે નહીં. બસ, એ જ રીતે પુરુષના શરીરથી, મનથી, ચિત્તથી, બુદ્ધિથી છૂટતા પરમાણુઓ પણ જડ હેવા છતાં ચેતન આત્માની ભાવધારાથી પ્લાવિત થઈને નીકળ્યા હોય તેથી તે પરમાણુઓની અસર પણ જબરદસ્ત હેય. અહીં શિષ્યને ગુરુદેવની સમાધિ દશાનાં સમયે જે સાંનિધ્ય મળ્યું તે મહાન ઉપકારી નીવડ્યું અને તેનાં અંતરનાં કમાડ ઉઘડી ગયા. નિજમાં પડેલ નિધાન લાધ્યું ને તે ગુરુદેવના ઉપકારને સ્મરીને શ્રી ગુરુનાં ચરણમાં હદયથી ઢળી પડ્યો. એ ઉપકારને કહેવા માટે વાણુ વામણું લાગે છે. છતાં હૃદયના ભાવને વ્યક્ત કરવા માટેનું સાધન પણ એ જ છે તેથી એ બેલી ઉઠે છે અહે ! અહો ! શ્રી સદગુ, કરૂણા સિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહા ! ઉપકાર..૧૨૪ સદ્દગુરુની મહાનતા શિષ્યને હૈયે વસી ગઈ છે, તે વિચારી રહ્યો છે આવા મહાન ગુરુદેવની મહાનતાનું વર્ણન હું કયા શબ્દોમાં કરું ? જાણે કેઈ શબ્દ મળતા નથી. ગુરુદેવનું મૂલ્ય કરવા માટે શબ્દમાં સામર્થ્ય નથી. એ અનુભવ થતાં શિષ્યના મુખમાંથી અહો ! અહા ! ની ધ્વનિ સરી પડે છે. માનવ જ્યારે કોઈ અસાધારણ રૂપ, ગુણ, જ્ઞાન, શક્તિ જુએ અને તેનાથી અત્યંત પ્રભાવિત થઈ જાય ત્યારે તેનું વર્ણન કરવું તેના માટે અશક્ય બની જાય છે. એ વર્ણવી શકે નહીં. ત્યારે આવા આશ્ચર્ય કારક ઉગારે મુખમાંથી અનાયાસે નીકળી જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી પ્રભુએ બતાવ્યું છે. રાજા શ્રેણિક ઉદ્યાનમાં વૃક્ષ નીચે ધ્યાન-મુદ્રામાં વિરાજતા યુવાન અનાથી મુનિને જુએ છે ત્યારે તેમના રૂપથી, મુદ્રાથી, સૌમ્યતાથી, અપ્રતિમ પ્રભાવથી મુગ્ધ થઈ જાય છે અને બોલી ઉઠે છે