________________ અહા ! અહા! શ્રી સદગુરુ નહીં પણ ગુરુદેવની સમાધિદશાની પ્રેરણા, શિષ્ય માટે અદ્ભુત રહી. ગુરુદેવની સમાધિએ શિષ્યનાં અંતરમાં ઉલ્લાસ જાગૃત કર્યો. શિષ્યને આત્મા સ્વલક્ષી બન્યા. બંધુઓ ! આપણે ત્યાં સસંગને મહિમા ખૂબ જ વર્ણવવામાં આવ્યો છે. આ સત્સંગ અનેક રીતે થાય છે. સંતપુરુષના સાંનિધ્યે તેઓને ઉપદેશ શ્રવણ કરીએ તે તે સત્સંગ થાય જ પરંતુ ક્યારેક મહાપુરુષે નું માત્ર સાંનિધ્ય એથી યે અસરકારક નીવડે છે. તેઓના મુખેથી એક પણ શબ્દ શ્રવણ ન કરીએ, તે પણ તેમના અંતરંગનાં ભાવે, શરીરમાંથી નીકળતા શુભ પરમાણુઓ એટલી બધી અસર પહોંચાડે છે કે માણસનાં જીવન પરિવર્તન થઈ જાય. રમણ મહર્ષિના સાંનિધ્યે તે ઘણા ઓએ આવું અનુભવ્યું છે. તેમના જીવન વિષે લખનાર લેખકોએ પિતે અનુભવ્યું છે અને બીજાના આવા અનુભવ પણ તેમાં ટાંક્યા છે. હમણાં જ થોડા દિવસ પહેલાં જ મેં ધીરેન્દ્ર જાનીનો એક લેખ વાં. તેમણે લખ્યું છે કે તેઓ ૧૯૪૯માં મહર્ષિજી પાસે તિરુવર્ણામડી ગયા હતા. તેમના ધ્યાન હેલમાં મહર્ષિજી ધ્યાનમાં હતા. લેખક તેમના સરમુખ જઈ બેઠા, માત્ર બેઠા. કેઈ ઉપદેશ નહીં, પ્રાર્થના નહીં, ભક્તિ નહીં, એક પણ શબ્દને ઉચ્ચાર નહીં, કશું જ નહીં છતાં જાની લખે છે કે “એમના સાંનિચે મારામાં જે પરિવર્તન આવ્યું તે અદ્દભુત હતું, અલૌકિક હતું. આવા બધામાં હું કદી વિધાસ કરતો નહીં છતાં તેઓની કઈ અગમ્ય શક્તિ ત્યાંના ઉત્તમ Vibrationની મારા પર જે અસર થઈ તે અપૂર્વ હતી.” આવી જ બીજી વાત. અહીં South માં દક્ષિણ કેરાલામાં ઉડપી નામનું એક ગામ છે. ત્યાં એક આશ્રમ છે. તે આશ્રમના અધિષ્ઠાતા સ્વામી રામદાસ પિતાની આત્મકથામાં લખે છે તેઓ એક વાર અરૂણાચલમ્ ગયા ત્યારે મહર્ષિજી પહાડ પર Banian treeની ગુફામાં બિરાજતા હતા. વડ નીચે ધ્યાન દશામાં હતા. સ્વામી રામદાસ ત્યાં તેઓની સામે માત્ર 25-30 મિનિટ ઉભા રહયાં અને તેઓને આત્મ સાક્ષાત્કાર થઈ ગયા. આ છે પુરુષનાં પ્રત્યક્ષ સત્સંગને અદ્દભુત પ્રભાવ !