________________ આત્મ-ચિંતન હું...આત્મા છું” “હું....આત્મા...છું નિજ સ્વરૂપમાં રમણતા કરવી...એ મારે ધર્મ... મારામાં તન્મય થઈ જવું એ મારો સ્વભાવ..રમણતા. એટલે તન્મયતા.આ જીવ પિતાનું સ્વરૂપ જાણે પિતાને ઓળખે....સ્વની અનુભૂતિ કરે તે તેમાં તન્મય થઈ જાય. સ્વમાં તમય થવાથી નિજાનુ ભૂતિ થાય.નિજાનુભૂતિ થવાથી સ્વમાં તન્મય થવાયતન્મયતા...એટલે એકાગ્રતા જીવને સ્વભાવ. એકાગ્ર થવું તે છે. ઇંદ્રિના વિષયમાં આ જીવ એકાગ્ર થઈ શકે છે. એ આપણે અનુભવ્યું છે. કાનને ગમતા શબ્દો સાંભળીને તેમાં એકાગ્ર થઈ જઈએ છીએ....આંખને ગમે તેવું રૂપ જોઈએ. તે તેમાં એકાગ્ર થઈએ છીએ ...તેમ પાંચે ઇન્દ્રિયના વિષયમાં તન્મય થવાની શક્તિ...આપણે અનુભવી છે એટલે કે જીવમાં તન્મય થવાની શકિત પડી છે. જ્યાં તેને રસ છે. જયાં તેની રૂચિ છે. જયાં ગમવાપણું છે. ત્યાં તન્મય થઈએ છીએ આખા ચ જગતનું ભાન ભૂલી... આપણા રસના વિષયમાં તન્મય થઈ એ છીએ. એ જ રીતે સ્વને રસ કેળવીએમારામાં...અનંત આનંદ ભર્યો છે. તેની શ્રદ્ધા આણુએનિજાનંદની અનુભૂતિમાં સુખ છે તે વિશ્વાસ જાગૃત કરીએતે સ્વમાં તન્મય થઈ શકીએ છીએ. નિજ સ્વરૂપની રમણુતાથી જ આત્મ વિશુદ્ધિ થાય..રાગાદિ દોષ દૂર થાય. આત્મા નિર્મળ બને....શુધ્ધ ચેતન્યની અનુભૂતિ થાય. મારે મારા...શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ કરવી છે.....નિજ સ્વરૂપને માણવું છે....નિજ સ્વરૂપમાં સ્થિર થવું છે સ્થિરતાએ જ રમણતાઈદ્રિના ખેલ ઘણા ખેલ્ય..મન-બુદ્ધિના ખેલ ઘણું ,એ ખેલથી વિરમી... આત્મ સ્વરૂપ સાથે રમવું છે...આત્મગુણે સાથે ખેલવું છે.આત્મ રમણતાએ મારું સ્વરૂપ આ સ્વરૂપની પ્રાપ્તિ માટે આત્મામાં સ્થિર થઈ જાઉં. એ સ્થિરતા માટે વધુ એકાગ્ર...થઈ...વધુ ઊંડા જઈ આત્માનું ચિંતન “હું..આત્મા છું” “હું...આત્મા છું” “શાંતિ... “શાંતિ “શાંતિ