________________ હું આત્મા છું આત્માની શુદ્ધતાને અવરોધ કરવાવાળા જ્ઞાનાવરણ આદિ ઘાતિ કમોને સંગ જે ક્ષણે છૂટે એ જ ક્ષણે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત ક્ષાયિક ભાવરૂપ મૌલિક ગુણે પ્રગટ થાય. અને પછી અઘાતિ કર્મો જતાં અનંત અક્ષય સ્થિતિ, અમૂર્તપણું, અગુરુલઘુ અને અનંત અવ્યાબાધ સુખ આ ગુણનું પ્રાગટય થાય છે. વાસ્તવમાં તે એક કેવળજ્ઞાનમાં આઠેય ગુણો તિરહિત થઈ જાય છે. જ્ઞાન છે ત્યાં દર્શન છે જ. જ્ઞાને પગ એ વિશેષ ઉપયોગ છે. દર્શને પયોગ તે સામાન્ય ઉપયોગ અને વિશેષમાં સામાન્ય સમાવેશ થઈ જાય છે. કેવળજ્ઞાનમાં અનંત શક્તિ છે. સમષ્ટિ વિશ્વનાં સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાય યુગપતુ એક સમયે જોઈ-જાણી–શકે છે. સમસ્ત સે તે જ્ઞાનમાં એક સાથે ઝળકે છે. પરમ ક્ષાયિક ભાવે જ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. મતિ આદિ જ્ઞાન ક્ષયોપશમભાવી હોય પણ કેવળજ્ઞાન તે ક્ષાયિક ભાવે જ હેય. કેવળજ્ઞાન સાદિ અનંત હોવાથી તેને કદી નાશ નથી માટે તે અક્ષય સ્થિતિરૂપ છે. કેવળજ્ઞાનનાં નામ-નામાંતર કે રૂપ- રૂપાંતર નથી માટે તે અમૂર્ત-અરૂપી છે. કેવળજ્ઞાનમાં હાનિ-વૃદ્ધિ થતી નથી માટે તે અગુરુલઘુ છે. કેવળજ્ઞાનમાં સ્વક્ષેત્રે સતત, સહજ, સરળભાવે નિજાનંદને અનુભવ છે માટે અનંત-અવ્યાબાધ સુખરૂપ છે. આમ સર્વ ગુણ એક કેવળજ્ઞાનમાં જ સમાહિત થઈ જતા હોવાથી તેને કેવળ-જ્ઞાન કહ્યું છે. આત્માની એ સ્થિતિ કે જયાં વિવિધતા ન રહેતાં માત્ર એક જ્ઞાન જ રહે છે. એક, અખંડ, અનુપમ અવિકારી અવસ્થા તે જ કેવળજ્ઞાન. આ દશા જેનાથી પ્રાપ્ત થાય તેવી નિગ્રંથ દશા એટલે રાગ-દ્વેષા ની ગ્રન્થિને છેદી ને પ્રાપ્ત થયેલી આત્માની કમિક શુદ્ધ દિશામાં વિકાસ. તે છે મેક્ષને પંથ. જે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રની. આરાધનારૂપ છે. આ સાધના જ જ્યારે ખુદ સાધ્યરૂપ પરિણમી સિદ્ધિ બની જાય છે. ત્યારે આત્મા નિજ પદની પૂર્ણતાને પામે છે. આત્મા પિતે જ જ્ઞાનાદિરૂપ છે. કારણ જવના લક્ષણ પણ એ જ છે.