________________ શુદ્ધ ચેતના રૂપ હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે.. ઉનાળાનાં દિવસમાં ખેડૂત ગાડુ લઈ ખેતરે જતો હોય. પાલતુ કૂતરો સાથે હોય. અતિશય ગરમી હોય. ગાડાની નીચે કૂતરો ચાલી શકે તેટલી જગ્યા હોય, ગરમી સહન ન થવાથી કૂતરે ગાડા નીચે ચાલે અને પછી મનમાં ફૂલાય કે આ ગાડું હું જ ચલાવું છું. જે હું હમણાં ઉભું રહી જાઉં તે ગાડું પણ ચાલતું અટકી જાય, આગળ ન વધે ! કેવડા મોટા ભ્રમમાં છે તે ! કૂતરો ઉભું રહી જાય તો એ રહી જ જાય અને ગાડું ચાલ્યું જાય તેમ જીવ માનતે હોય છે કે હું કરું છું તે જ આ વિશ્વનું તંત્ર ચાલે છે. અન્યથા અટકી પડે! પણ આ વિશ્વમાંથી આજ સુધી અનેક પ્રાણીઓ-મનુષ્ય જન્મી ને મરી ગયા છતાં સંસાર ચાલ્યા જાય છે. કયાંય અટકતો નથી. તે આ હું કરું, હું કરું એવું જે મિથ્યાભિમાન તે કર્મ ચેતના. કર્મફળ ચેતના તે, જ્ઞાન સિવાયના અન્ય ભાનો પિતે ભોક્તા છે. સુખ-દુઃખને પિતે ભક્તા છે. એ અનુભવ તે કર્મફળ ચેતના. પ્રત્યેક સમયે હું ભેગવું છું, હું ભેગવું છું, એ અનુભવ સતત રહ્યા જ કરે છે તે કર્મફળ ચેતના. અહીં ચેતના શબ્દ શા માટે જે ? આત્મામાં જ્ઞાનને અનુભવ, કૌંભાવને અનુભવ કે ભેસ્તાભાવને અનુભવ. આ ત્રણેય ચેતના દ્વારા જ થાય છે. અનુભવ એ સંવેદન છે. સંવેદનશક્તિ ચેતનામાં જ છે. જડમાં નથી. જડને આંતર-બાહય કેઈ સંવેદનો ન હોય. બધાં જ સંવેદને ચેતના દ્વારા થાય છે તેથી ચેતના શબ્દ જોડાય છે. જ્ઞાની પુરુષે આ ત્રણેય ચેતના કયા-કયા જીવને હોય તે સમજાવે છે. સ્થાવર એકેન્દ્રિય જમાં કર્મફળ ચેતના હેાય છે. સ્થાવર જેમાં પણ સંવેદનશકિત તે હોય જ તેથી તેઓ કર્મકૃત સુખ-દુઃખ ભોગવી રહ્યાં હોય તેનું વેદન તેને હેય. સુખ અને દુઃખને અનુભવ તે છે