________________ શદ્ધ ચેતના રૂપ ! વીતરાગ પરમાત્મા અનંતરાની અને તદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરતે જીવ ચેતનાનાં સ્પશે ચેતનવંતે બની જાય છે. જીવ એટલે ચૈતન્ય અને મૈતન્ય એટલે જીવ. ચૈતન્યથી જુદા કેઈ જીવ નથી, જીવથી જુદું કયાંય રૌતન્ય નથી, પણ જડ જગતમાં અટવાયેલે જીવ મૈતન્યની અનુભૂતિ કરતું નથી. એક વાર જીવ સ્વ-સન્મુખ થઈ જાય તે પિતે શુદ્ધ ચેતન છે તેની અનુભૂતિ થઈ જાય. પરભાવની પ્રીતિ તૂટી જાય. પર પુદ્ગલના સંગનું મમત્વ છૂટી જાય, સર્વથી નિરાળ બની જાય, પિતાનાં જ્ઞાનાનંદમાં ખુલવા માંડે. એ અદ્દભુત અને અલૈકિક આનંદના રસમાં તરબોળ બની જાય, ભાગ્યવાન શિષ્ય શુદ્ધ ચેતનાને સ્પર્શ પામ્યો છે. ચેતન્યાનુભૂતિ થઈ તેથી પરભાવમાં રહેલ અહં અને અમને હાશ થઈ ગયે. તે કર્તા-ભોકતા ભાવથી પર થઈ ગયા છે. તેથી ગુરુદેવ સમીપે કહી રહ્યો છે કે મારે જ્ઞાન સ્વભાવ, પરમાં મતે હતે. પુદગલને જાણવામાં રોકાયેલું હતું તે હવે ત્યાંથી છૂટી નિજભાવમાં આત્માનંદના વેદનમાં પરિણમવા માંડે તેથી શુદ્ધ સ્વરૂપમાં રહેલ અકર્તાભાવને મેં જાયે. વળી કર્તા-કતા ભાવ મારામાં કોઈ નયે ઘટી શકે છે તે માત્ર મારા ચેતનરૂપ પરિણામે જ ઘટી શકે એ સિવાય બીજો શેને ય નહીં. એ