________________
૧૪
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જંગલમાં વિચરનારો છતાં આ શરીરરૂપી પાંજરામાં પૂરાયેલ છું. તેના માટે ભગવાન ઉપદેશ આપે છે કે બીજું કંઈ ભારે કહેવું નથી કે સંભળાવીને સમજાવવું નથી, માત્ર તમે તમને સમજે કે ઓળખે.
બહિરાભા અને અંતરાત્માવાળા જ હવે કેટલાક અજ્ઞાની છે-બહિરાભા એટલે શરીરને માને. અંતરાત્મા-અંદરના જીવન અને સિદ્ધિપદ પામે ત્યારે પરમાત્મા માને. હવે બહારની ચીજને નુકશાન થાય કે મરી ગયો, તેને લાભ થાય તે રાજી થાય. એવાને બહિરાત્માવાળા જાણવા. હવે વર્તાવમાં મજબૂત ન રહે પણ જાણે ખરા તે અંતરાત્માવાળા. જેમ દારૂડિયાઓ દારૂ પીએ અને તેને નશે ન ચઢે ત્યાં સુધી તેના દુર્ગુણો ગાઈને કાનપટ્ટી પકડે અને ડાહી વાત કરે પણ જ્યારે પીએ ત્યારે તે બધું ભૂલી જ જાય, તેમ કેટલાક ડાહ્યા જેવો છે કે જેઓ આત્માને સ્વભાવ-તેને નિશ્ચય આદિ જાણે ખરાં પણ જ્યાં મોહરાજા આવી પડે ત્યારે તેઓ પણ તેના મૂળ સ્વભાવને ભૂલી જાય.
'સંનિપાતમાં પંડિત અને મૂર્ખ બંને સમાન
હવે પંડિત અને મૂખને સંનિપાત થાય ત્યારે બંને સરખા જ હોય. તેમ આત્માને સમજનારા વાત કરે ત્યારે પૂરી ડાહી કરે. અવિરતિવાળા, દેશવિરતિવાળા તેઓ આત્માને જાણે, માને ખરા છતાં ભાનને ભૂલી જાય. હવે જેમ કહી ગયા છીએ કે એંસી વરસને ડેસો કહેતા હતા કે પાણીમાં બાચકાં ભર્યાથી શું કામ થાય ? પણ બોલનારને જ્યારે પાણીમાં પડવું થાય અને તે વખતે બાચકાં ભરે ત્યારે પ્રથમનું ડહોળેલું ડહાપણ શું કામ લાગે ? હવે સમજુ છતાં કેટલાક જીવો બધું કોરાણે મૂકે તેથી પ્રથમ આત્માને જાણવાનું તીર્થકરો કહે.