________________
૧૨
* શ્રી આચારાંગસૂત્ર
| [ વ્યાખ્યાન
કોઈ ધારણ કરતું નથી. કોઈ ભાગ્યશાળી હોય તે જ તેવું જ્ઞાન ધારણ કરી શકે. કોઈ ભાગ્યશાળીને જ વિચાર હોય કે હું કેણ ચીજ છું ? સહીઓ કરે પણ તેણે સમજવું જોઈએ કે આ કોણ ? જેના નામની સહી કરે તેની ઓળખાણ ન હોય તે તે સહીની કિંમત શી ગણવી? હવે સુખી, દુઃખી એ પિતે જાણે ખરે, પણ હું તે કોણ ? તેને ખ્યાલ નથી. અર્થાત કેટલાક ભાગ્યશાળીઓને ખ્યાલ હેય પણ કેટલાકને તે તેને ખ્યાલ જ નથી, માટે તીર્થંકર ઉપદેશ આપે છે કે તું કોણ તે ઓળખ.
" વાયરા સમાન અપ્રતિબદ્ધ આત્મા - હવે કદાચ તે દેવદત્ત, પણ તે પચીસ કે પચાસ વર્ષ સુધી પણ તે પહેલાં તું નહોતું અને તેથી આગળ તું રહેવાને નથી ? હવે કહે કે તું આ પચાસ વર્ષ સુધીનું જ જીવને માને છે ? દેવદત્તના જીવનથી પચાસ વર્ષ, પણ છેવ કંઈ પચાસ વર્ષને નથી. તું દેવદત્ત હોય છે એટલે વખત તું રહે એટલે વખત દેવદત્ત રહે જ, પણ અહી દેવદત્ત નામ તે પચાસ કે સો વર્ષ સુધી બેલાશે, પણ તે નામના નાશથી તારે નાશ નથી જ? હવે જેની ઉત્પત્તિએ જેની ઉત્પત્તિ કે જેના નાશે જેને નાશ હેય તે ઠીક પણ અહીં તેવું નથી. મેં તે માત્ર ભાડૂતી દેવદત્તપણું લીધું છે. જેમ હવા પૂર્વથી નીકળી પશ્ચિમ તરફ ચાલી જાય, ઉત્તરથી નીકળે અને દક્ષિણના છેડા સુધી ચાલી જાય, એટલે જેમ હવા-પવન અપ્રતિબદ્ધપણે ચાલી જનાર છે, તેમ આ જીવ વાયરાની માફક કોઈ સ્થાનના સંબંધવાળો નથી. જેમ પવનને ઓળખાવવા દિશાસુચન કરવું પડે છે તેમ અહીં જીવને ઓળખાવવા માટે ઉત્પન્ન થવાનું સ્થાનકુટુંબકબીલ આદિ કંઈ નિયત નથી, પણ -જે વખતે જે ભાવમાં ઉત્પન્ન થયો તેટલા મારાથી તે ભવને ગણાય છે, માટે પ્રથમ આત્માને ઓળખવા માટે કહે છે કે “તું તને ઓળખ.”