________________
બાવીશમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૩
પાંજરાને ઘર માનનાર પિપટ [1] - હવે જેમ કાલે કહ્યું તેમ મુનીમ શેઠના નાના છોકરાને તેની માલમિલકત બતાવે ત્યારે મિલક્તની વ્યવસ્થા સુઝે, તેમ આ આત્મા આપણું જ માલિકીને છે, તે ભગવાન જિનેશ્વરની માલિકી નથી, છતાં તેની માલિકીની ખબર ન હોય તે વ્યવસ્થા શી રીતે બને ? માટે કહે કે ખબર પડે તે જ વ્યવસ્થા થાય. પ્રથમ વ્યવસ્થા ન કહી, તેમાં કારણ એ જ કે મિલકતની ખબર જ નહતી. જેમ શેઠિયાને છેક લાખની મિલક્તને માલિક છતાં, કઈ જગ્યાને કબજાવાળો છતાં, તેની માલિકીની ખબર ન હોય તે તેની કંઇ પણ વ્યવસ્થા ન જ કરી શકે, તેમ આ જીવ આ પંચ ભૂતમય માટીના પાંજરામાં રખડ્યા કરે છે, પછી ચાહે એકેંદ્રિયથી લઈ ચિંદ્રિયની જાતિમાં કે ચારે ગતિમાં રખડે, છતાં ત્યાં પોતે સમજે છે કે– તેને માલિક છું.. જેમ પોપટ પાંજરામાં હળી જાય એટલે પાંજરાને ઘર સમજે. લગાર બહાર ભય લાગે તે પાંજરામાં ઘૂસે. ખરેખર જાઓ તો પાંજરે પોપટ માટે તે કેદ જ છે, છતાં તે તેની સાથે હળી ગયેલ હોવાથી પાંજરામાંથી બહાર નીકળવું તે તેને મેત લાગે. તેમ આ છવ શરીરરૂપી પાંજરા સાથે હળી જવાથી તેને બહાર નીકળવું ગમતું નથી. અરે! બહાર નીકળવું તેને એ મોત જ સમજે છે.
શરીરનાં રંગઢંગે રંગાયેલે આત્મા " આ જીવના શરીરને અગ્નિ લાગે તે બળે, પાણીમાં ડૂબે તો. પિોતે પણ ડૂબે. કહે કે ઇવરૂપી પોપટ શરીરરૂપી પાંજરામાં પૂરાયેલો છે છતાં તેને કેદ ન માને અને ઊલટો ઘર જ માને. અજ્ઞાન અવસ્થામાં આ બધું કરે. હવે તેને કેદ લાગે ક્યારે ? પાંજરાના આધારે જ પિપટનું જીવન છે. પાંજરાના નાશે પોપટને નાશ છે. તેમ અહીં આ શરીરના રંગ-ગે જીવ રંગાયેલે છે. હાથમાં ચપ્પ વાગે કે તરત દુઃખ ભોગવાય. આ આત્માને ખ્યાલ નથી કે હું સ્વતંત્રપણે