________________
ભાઈને સંતતિમાં એક દીકરો અને શશીબેન નામે દીકરી હતા. તેમાં પુત્ર નાની ઉંમરમાં ગુજરી ગયું હતું. અને પુત્રી શશીબેન હાલ હયાત છે. શશીબેન દેવ ગુરૂ ધર્મના અનન્ય ઉપાસિકા છે. અને કર્મપ્રકૃતિ વિગેરે જેને ધર્મના સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનને જણાવનાર વિશાલ ગ્રંથોના જાણકાર છે. શેઠ દલપતભાઈના સધર્મચારિણી શ્રાવિકા લમીબાઈ ડેશીવાડાની પોળમાં ઈદ્રકેટના રહીશ દેવ ગુરૂ ધર્માનુરાગી ઝવેરી બાલાભાઈ સાવચંદના દીકરી થાય. શેઠ દલપતભાઈની માફક શ્રાવિકા લક્ષ્મીબાઈ પણ દેવ ગુરૂ ધર્મની આરાધના કરવામાં, વર્ષીતપ વિગેરે આકરી તપશ્ચર્યા કરવામાં, તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની નવાણું યાત્રાદિ ધર્મ સાધન કરવામાં, શ્રી જિનાલયાદિ સાતે ક્ષેત્રોમાં લક્ષ્મીને વાપરવામાં પૂર્ણ ઉત્સાહથી ભાગ લેતા આવ્યા છે, અને લે છે. પરમપકારી પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની પાસે વિ. સં. ૧૯૭૫ના આસો મહિનામાં પિતાના ખરચે ઉપધાન વહનની ક્રિયા કરાવી, તેમાં પોતે પણ ઉપધાન વહનની ક્રિયા કરી. તથા તાપે ગરછાધિપતિ આચાર્ય મહારાજ શ્રી વિજ્યનેમિસૂરીશ્વરજીના ઉપદેશથી તેમણે શેઠ દલપતભાઈના સ્મરણાર્થે લાખ રૂપિયા ખરચીને તલાજાના ડુંગરની ઉપર શ્રી પાર્શ્વનાથનું વિશાલ ભવ્ય જિનાલય બંધાવ્યું. અને ગુરૂ મહારાજ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના પટ્ટધર આચાર્યશ્રી વિજયદર્શનસૂરિજી મહારાજના હાથે વિ. સં. ૧૯૮૦ વૈ. સુદી દશમે ઘણી ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી. તે વખતે તેમણે પોતાની તરફથી ઉજમણું પણ માંડ્યું. આ બંને ધાર્મિક કાર્યોમાં તેમણે હજારો રૂપિયાને