________________
૨૮૪ .
શ્રી વિપરિત શીલવતીએ ચારેને પટારામાં પૂર્યા બાદ શું કર્યું? તે જણાવે છે:-- સેનાપતિ મંત્રી નૃપતિને શેષ ત્રણ ખાન વિષે, ઈમ ક્રમે સંતાડીને ઝટ બંધ કરીને દૂર ખસે; બહાર આવી રૂદન કરતી સ્વજન પૂછે હેતુને, સ્વામિ કેરી દુઃખ વાત જણાવતી ધરી પૈર્યને ૩૬૩
અર્થ–ત્યાર પછી ત્રીજો પહોર થયો ત્યારે મંત્રીને આવેલા જાણીને સેનાપતિને તે પટારાના બીજા ખાનામાં સંતાડે, મંત્રીને ત્રીજો પહેર પણ સ્નાન વગેરેમાં પૂરો થયો તેવામાં રાજા આવ્યા. તે જાણીને ભય પામેલા મંત્રીને પટારાના ત્રીજા ખાનામાં સંતાડ. ત્યાર પછી રાજાને પણ સત્કાર કરી નાન વગેરેમાં ચોથે પહોર વીતાવ્યું. સંકેત પ્રમાણે શીલવતીને સાસુએ બેલાવી. આ સાંભળીને રાજાએ શીલવતીને સંતાડવા કહ્યું. તેથી તેને પટારાના ચોથા ખાનામાં સંતાડીને પટારે જલ્દી બંધ કરીને ઘરમાંથી નીકળીને બહાર આવીને રૂદન કરવા લાગી. ત્યારે સગાંઓ રૂદનનું કારણ પૂછવા લાગ્યા. ત્યારે ધીરજ ધારણ કરીને પિતાના પતિના મરણની દુઃખ વાર્તા જણાવવા લાગી. ૩૬૩
સગાંઓ દરબારમાં જાય છે એમ જણાવે છે – શેઠ સુતહીન મરણ પામ્યા ઈમ સગજન ખબરને, દરબારમાં દેવા ગયા પણ ના જુએ નૃપ આદિને; કુંવરને ત્યારે જણવે શીધ્ર તે આવી ઘરે, ભૂરિ કરત તપાસ પેટી જોઈ લાવે નિજ ઘરે.૩૬૪