________________
૩૦૮
શ્રી વિજ્યપધસૂરિકૃત પીડાય નહિ, તેમજ જ્યાં સુધી ઘડ૫ણ આવે નહિ, અને શ્રોત્ર (કાન) વિગેરે ઈન્દ્રિયે જ્યાં સુધી પોતાના વિષયે જાણવાને સાજી હાય (સમર્થ હાય), તથા જ્યાં સુધી હારી જીવનદરી (હારા આયુષ્યની દોરી) તૂટી નથી, ત્યાં સુધીમાં એટલે તેટલા કાળમાં હે જીવ! તું એ ઉપદેશનું તાત્પર્ય એક ઈશારા માત્રમાં જલ્દી સમજી જઈને લ્હારૂં આત્મહિત જરૂર સાધી લેજે. ૪૦૪ તેમ જે ન કરીશ તે હદપાર પસ્તાવો થશે, કુટતાં સર તેજ ટાણે પાળ કુણ કિમ બાંધશે; પ્રથમ ચેતી જેહ બાંધે પાળ તે નીડરપણે, જીવન ગુજારે એમ વહેલાં ચેત જીવ ! ઝટ ચેતને.૪૦૫
અર્થ:—જીવ! જે તું ઉપર કહ્યા પ્રમાણે નહિ, કરે, તે તને અનહદ–અતિશય પસ્તા (ખેદ) થશે, કઈ માણસ સરેવર ફૂટે તે વખતે પાળ બાંધવા જાય તો તે બાંધી શકશે ખરો કે? એટલે નહિજ બાંધી શકે એમ છે પણ મરણની નજીકના ટાઈમે ધર્મસાધન કરવા ચાહીશ, તે તે શી રીતે બની શકશે? તેથી જે ભવ્ય જીવ સરેવર કુટતા પહેલાં પાળ બાંધવાની માફક પહેલેથી જ ચેતીને ચાલે છે, તે જ નિર્ભયપણે પોતાનું જીવન ગુજારે છે, વિતાવે છે, માટે હે જીવ! તું એ પ્રમાણે હેલે ચેતી જા. ૪૦૫
જુવાની કેને સુખ આપે? તે જણાવે છે – સંયમાદિક સાધનાને વૈવને જે સાધતા, તેમના પગમાં પડીને નમન કર રાજી થતા;