________________
૩૧૮
શ્રી વિજ્યપદ્રસૂરિકૃત દુખોથી ભરેલું છે, એમ જાણીને તેવા સુખમાં તું રાચીશ નહિં. તું આ હિતશિક્ષાને જે નહિ માને તે તારે જરૂર પસ્તાવું પડશે, માટે તે વિષયોથી અલગ રહીને એક જેન ધર્મનીજ આનંદથી આરાધના કરજે. ૪૨૨ ભર જુવાની વશ પડેલો જીવ પરવશતા લહે, હું કોણ? મારું કાર્ય શું ? તસ ભાન તેને ના રહે; બુદ્ધિ પણ બદલાય તેની વડીલ સામ્ ના જુએ, પસ્તાય પરિણામે બહુ આ વૃત્તિને તરછોડીએ.કર૩
અ –અજ્ઞાનથી ભર જુવાનીના પાશમાં સપડાએ જીવ દરેક પ્રકારની પરવશતા-પરાધીનતા ભગવે છે, અને તેને હું કોણ? મારું કાર્ય શું? તે બાબતનું ભાન રહેતું નથી, વળી તેવા વિષયરોગી જીવોની બુદ્ધિ પણ બદલાઈ જાય છે. અને તે વડીલેના સ્વામું પણ જેતો નથી અને અને ઘણે પસ્તાય છે, આ વાત ધ્યાનમાં રાખીને હે જીવ! તેવી વિષયની નીચ ભાવનાને તું જરૂર ધિકકારજે. ૪૨૩ વિષયને છોડીશ નહિ તે જરૂર તજશે તે તને, કામદેવ નચાવતો ના છોડતો તે વૃદ્ધને; માનેલસુખ તુજ હોયસ્થિર તો મેહકર ઉચિત છે, પણ તિમ નથી દીર્ધાયુ દેવ અંતમાં પસ્તાય છે.૪૨૪
' અર્થ – હે જીવ! તું જે વિષયને નહિં છે તે તે વિષય હવે તે જરૂર છેડશે, અને આ કામદેવ (વિષચરાગ) વૃદ્ધને પણ છોડતો નથી. વળી તેં જે વિષયને