________________
૩ર૦
શ્રી વિજયપઘરિત. અર્થ:–જે ભવ્ય જી આંખ ખુલ્લી હોય તે છતાં (દેખતી આંખે) ખાડામાં પડે તો એવા મૂર્ણ જીવને ઘણે ઉપદેશ શું આપો? જે ડાહ્યા પુરૂષો હોય તેઓ જ આ ઉપદેશને સારાંશ-તત્ત્વ સમજી શકે છે, વળી જે ભવ્ય જીવો. વિવિધ પ્રકારના સ્વરૂપવાળા સંસારની ઘણી વિચિત્ર સ્થિતિએનો અને તેવી જ રીતે પરમાણુની પણ ઘણા પ્રકારની વિચિત્ર સ્થિતિઓને યથાર્થ વિચાર કરે છે, તે ભવ્ય જીવોને ક્ષણિકતાનું સત્ય સ્વરૂપ ભાસે છે (અર્થાત્ તેજી જ ક્ષણિકતાને યથાર્થ સમજી શકે છે.) ૪૨૬
ક્ષણિક મૂછ પરિહરીને નિત્ય વસ્તુ સાધજે, જ્ઞાનાદિ ત્રણને સાધીને સુખ મુકિતના ઝટ પામ જે; ચીજ તારી તુજ કને ના કોઈની પાસે રહી, હાથ જોડી અન્ય પાસે માગવા જેવી નહી.૪ર૭
અર્થ હે જીવ! તું ક્ષણિક મૂછ એટલે નાશવંત પદાર્થોના મમત્વ ભાવનો ત્યાગ કરીને નિત્ય વસ્તુ એટલે નાશ નહિ પામનાર આત્માના ઉત્તમ જ્ઞાનાદિ ગુણોની સાધના કરજે. તથા તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણને સાધીને ઝટપટ મોક્ષ સુખને મેળવજે. તારી ચીજ જે જ્ઞાનાદિ ગુણો તે તારી પાસે જ રહે છે, એટલે બીજા કોઈની પાસે તે જતા નથી. તે કદાપિ તારાથી જુદા પડતા નથી, આ હેતુથી જ તે ગુણે કોઈની પાસેથી લઈ શકાતા નથી. અથવા પિતામાં રહેલા ગુણો બીજે લઈ શક્તો નથી અને બીજામાં રહેલા જ્ઞાનાદિ તે આપણાથી લઈ શકાતા નથી. માટે જ તે તારી ચીજ બીજાની