________________
૩૧૬
શ્રી વિજયપઘસરિત
બે કલેકમાં હિતશિક્ષા ફરમાવે છે - સંપત્તિનાં ટાણે લહે જે માન લક્ષ્મી બેલે, એમ જાણે તે છતાં તસ નેહ રજ કિમ ના ટલે, મેહને તજવા તણી કિમ વૃત્તિ નવિ પ્રકટે તને, સન્માર્ગ પણ શોધે નહિ ને ઓળખે ન અનિત્યને.૧૯
અર્થ –હે જીવ! તું જે માન સન્માન પામે છે તે હારી પાસે સંપત્તિ હોય તે વખતેજ સંપત્તિના બળથી પામે છે. નિર્ધન હોય, તે વખતે તે કઈ માન આપતું નથી એમ તું જાણે છે તે છતાં તે સંપત્તિને નેહ સહેજ પણ કેમ ઘટતો નથી? અને તે ધન આદિકના મેહને તજવાની ઈચ્છા તને કેમ પ્રગટ થતી નથી? તથા તું સાચા માર્ગને કેમ શોધતો નથી? અને સાંસારિક પદાર્થોના અનિત્યપણને પણ તું કેમ ઓળખતે નથી? ૪૧૯ વસવાનું કાયમ આ ભવે મારે ધરે ઈમ ભાવના, ઘર આદિનો માલીક હું ધન આદિ મારા ભાવના; હું અને મારું કહે પણ જીવ! જીવન તપાસજે, દેહાદિ તારા કયાં સુધી ? આ પ્રશ્ન ખુબ વિચારજે.૪ર૦
અર્થ – હે જીવ! હારી ભાવના એવી છે કે તું એમ જાણે છે કે, મારે હંમેશને માટે આ ભવમાંજ રહેવાનું છે, અને મરવાનું છેજ નહિં. ઘર આદિકનો માલિક હુંજ છું અને ધન વિગેરે વસ્તુઓ મારી જ છે. એ પ્રમાણે રાત દિવસ હું અને મારું એ બે વચન બેલે છે, પણ હે જીવ! હારૂં જીવન-આયુષ્ય કેટલું છે? તેને વિચાર કર, અને આ