________________
ભાવના કલ્પલતા
૩૧૫
કે જીંદગી ઘણું શેડી બાકી રહી છે, તે થોડા જીવતરને માટે મોહના આ ચાળા શા? થોડા જીવનમાં આમ તોફાન કરવું તે છેડી દે, તારા જેવાને તેમ કરવું ન જોઈએ. જે જીવો શાશ્વતા એવાં ઉત્તમ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ત્રણ રત્નને સાધે છે તેઓજ ભવસમુદ્રને પાર પામે છે. આ વાત જરૂર લક્ષ્ય (ધ્યાન) માં રાખજે. ૪૧૭
દષ્ટાંત દઈને અનિત્યપણું સમજાવે છે – કમલ જેહ પ્રભાતકાલે હર્ષ ઘે જેનારને, બીડાઈ જાતાં તેમ ના વલિ દેખ માતા બળદને; ભર જુવાની કાલમાં તે ધારતે સન્દર્યને, ઘડપણે નિસ્તેજ લાગે જાણ ઈઆ દેહાદિને ૪૧૮
અર્થ –કમળનું ફૂલ સવારે સૂર્યના કિરણથી વિકસ્વર બને (ખીલે) છે. તેથી તે જેનારને એટલે હર્ષ આપે છે, તેજ કમળનું ફૂલ સાંજરે સંકેચાઈ જાય છે ત્યારે દેખનારને તેટલો હર્ષ આપતું નથી. વળી માતેલા સાંઢને કે બળદને પણ દેખજે. તેમાંથી આ બેધ લેજે કે જુવાનીમાં આખલો. વા બળદ જેટલે તેજસ્વી દેખાય છે એટલે તેજસ્વી ઘરડે થાય ત્યારે દેખાતો નથી, એ પ્રમાણે હે જીવ! તું ભર જુવાનીના કાળમાં જે સુંદર દેખાતે હતે. ઘડપણમાં તે કરતાં તું એટલોજ નિસ્તેજ દેખાય છે. આ દષ્ટાંતથી શરીરાદિક વસ્તુઓને એ પ્રમાણે ક્ષણિક સમજીને જેમ તું નિર્વાણ પદ પામેતે રીતે નિર્મલ ધર્મની આરાધના પરમઉલ્લાસથી જરૂર કરજે. ૪૧૮