________________
૩૧૦
શ્રી વિજ્યપદ્ધસૂરિકૃત ઘડપણના હાલ ત્રણ લેકમાં જણાવે છે – ઘડપણ તણી પહેલાં પરાક્રમ જેહ તનનું દીસતું, જલપૂર માફક ઘડપણે તે વેગથી ચાલ્યું જતું; આજ સાધીશ ધર્મ કાલે એમ કરતાં વય ગઈ, ઘડપણે તો લોભ લવલવ લાલચે વધતી ગઈ૪૦૮
અર્થ:–શરીરનું જે બળ વૃદ્ધાવસ્થાની પહેલાં જુવાનીમાં દેખાતું હતું તે બળ-પરાક્રમ વૃદ્ધાવસ્થા આવતાં પાણીના પૂરની માફક શીધ્ર ચાલ્યું જાય છે, અને ધર્મસાધન આજ કરીશ કાલે કરીશ એમ વાયદામાં ને વાયદામાં ઉમ્મર ચાલી (પૂરી થઈ) જાય છે, ને ઘડપણમાં તો લોભ લાલચ ને લવરી એ ત્રણ લકાર વધતા જાય છે. ૪૦૮ આવી જરા ત્યાં તો થયો સંકોચ સઘલા ગાત્રમાં, ચાલતાં ખાવે લથડિયા શિથિલતા વલી દંતમાં; ચક્ષુ તેજ સ્વરૂપ વિઘટે લાળ મુખમાંથી પડે, વેણ માને ના સગાંઓ હાડકાં સવિ ખડખડે.૪૦૯
અર્થ:–જ્યાં વૃદ્ધાવસ્થા આવી કે તુર્ત સર્વ શરીરમાં સંકેચ થવા લાગે (અંગ સંકેચાવા લાગે), ચાલતાં ચાલતાં લથડીયાં ખાય, દાંત ઢીલા પડવા માંડે, આંખનું તેજ ને સ્વરૂપ (દેહની કાંતિ) ઘટવા લાગે, મુખમાંથી લાળ ગળે, સગાં સંબંધિએ કહ્યું માને નહિં, અને સર્વ હાડકાં, ખડખડવા માંડે. ૪૦૯ નિજ નાર ભક્તિ કરે નહિ ને પુત્ર પણ તરછોડતે, તેઓ ન તૃષ્ણ છોડતે ના ધર્મને રજ સાધતે;