________________
ભાવના કલ્પલતા
૩૦૯
મૂઢને તે ઘે અનર્થે ભવ્ય સુખ વૈરાગીને, જંબુસમા જીવે તણું ઉત્તમ જુવાની જાણને ૪૦૬
- અર્થ જે જ યૌવન અવસ્થામાં સંયમાદિક ધર્મની સાધના કરે છે તેમના પગે પડીને હે જીવ! તું રાજી થઈને નમસ્કાર કર. વળી જે જુવાન અવસ્થા છે તે મૂઢ પુરૂને (અજ્ઞ અને મોહવાળા પુરૂષોને ) કામ વાસનાદિકના કંદમાં ફસાવે છે, તેથી અનર્થ આપનારી છે અને વૈરાગ્યવંત જીને ઉત્તમ સુખ આપનારી છે, આ બાબતમાં દષ્ટાન્ત એ છે કે જંબુસ્વામીને જુવાની (તે દ્વારા સંયમ સાધવાથી) સુખ આપનારી થઈ એમ જાણવું. ૪૦૬
મૂઢ જનની ભાવના જણાવે છે – ધર્મ કરણી હું કરીશ નિશ્ચિંત થઈને ઘડપણે, મૂઢ જન એવા મનોરથ રાખતા નિત યાવને; અર્થ કામ ઉપાર્જતા ના સેવતા રજ ધર્મને, વિકટ દેશે મરણ પામે પણ નહી નવકારને ૪૦૭.
અર્થ–મૂઢ જ જુવાનીમાં દરરોજ એવા વિચાર રાખે છે કે જ્યારે હું વૃદ્ધ થઈશ ત્યારે ઘડપણમાં નિશ્ચિત પણે નિરાંતે ધર્મકાર્ય કરીશ, એ પ્રમાણે વિચારીને ધન અને વિષયનાં સાધનો મેળવ્યા કરે છે, પરંતુ શ્રી જિનધર્મને લગાર પણ સાધતા નથી, તેથી છેવટે કઈ એવા વિકટ સ્થાનમાં (સમુદ્ર વન વિગેરેમાં) મરણું પામે છે કે જ્યાં નવકાર સરખે પણ પામવા નથી. ૪૭