________________
૩૧૨
શ્ર વિજ્યપધરિત અર્થ-જેમ સ્વપ્નમાં રાજ્ય વિગેરે પામીને ક્ષણ વાર જીવ હર્ષ પામે છે, પરંતુ જાગે ત્યારે કંઈ પણ દેખાતું નથી ત્યારે તે ખેદ પામે છે, તેમ ક્ષણ વનાશી રાજ્ય વિગેરે મળતાં મૂઢ જીવ હર્ષ પામે છે, પરંતુ જ્યારે તે વિનાશ પામે છે, ત્યારે તે મેહવાળા જીવો જેને સંગ હોય તેને વિયોગ પણ હેય એમ ન સમજતાં દીન ઉદાસીન બની જાય છે. ૪૧૨ ઈદ્ર જાલે કંચનાદિ જણાય બહુ ક્ષણ ના રહે, ક્ષણ દષ્ટ નષ્ટ સ્વરૂપવાળા ધન પ્રમુખ ઈમપ્રભુ કહે; સંધ્યાશ્વરાગ સુરેશ ચાપ સમા ધનાદિક જાણતાં, હે જીવ! કેમ મુંઝાય? જલદી ચેતકીંમતી ક્ષણ જતાં.૪૧
અર્થ:–વળી જેમ ઇન્દ્રજાળની વિદ્યા વડે માટી પત્થર આદિ શુદ્ર વસ્તુઓ સુવર્ણ રત્નાદિ સ્વરૂપે થડે ટાઈમ દેખાય પણ વધારે કાળ ટકે નહિ, એ પ્રમાણે ધન વિગેરેના વૈભવો પણ ક્ષણ માત્ર દેખાય ને વળી ઘડીકમાં નાશ પામે એવા છે એમ શ્રી જિનેન્દ્ર પ્રભુ કહે છે. આવા પ્રકારના પ્રભુના વચનથી ધન વિગેરે વૈભવ સંધ્યાનાં–વાદળાંના રંગ જેવા અને ઈન્દ્રધનુષ (મેઘધનુષ) ની જેવા જાણીને હે જીવ! તુ શા માટે એ વૈભમાં મુંઝાય છે? એ મેહમાં તારો કિંમતી અવસર ચાલ્યા જાય છે માટે તું જલ્દી સાવધાન થા. ૪૧૩
ધનાદિને ગર્વ નહિ કરવાનું કહે છેપ્રાસાદ શાલા યુક્ત વર ગાંધર્વ નગર તતિ અહીં, દેખાય સ્થિર ઋદ્ધિ પણ તારી હવે સ્થિર તે સહી;