________________
૩૦૬
શ્રી વિજયપદ્મસુરિષ્કૃત
કાલ્પનિક દૃષ્ટાંત આ પણ બાધ ઉત્તમ ઇમ દીએ, જેમ પીલાં પાંદડાં એવાજ વૃઢા જાણીએ; જેમ લીલાં પાંદડાં તેવા જીવાને માનીએ, વૃદ્ધની કરવી ન હાંસી નિત્યચેતી ચાલીએ,૪૦૧
અર્થ:—એ દૃષ્ટાન્ત જો કે તાત્ત્વિક નથી, પરંતુ કલ્પનાવાળું ( ગે!ઠવીને કહ્યું) છે તે પણ એ ષ્ટાન્ત ઘણાજ ઉત્તમ એ!ધ ( શિખામણુ ) આપે છે, તે આ રીતે કે જેમ પીળાં પાન કહ્યાં તેના જેવા ઘરડા માણસેા જાણવા, અને જેમ લીલાં પાંદડાં કહ્યાં તેના જેવા જુવાનિયા જાણવા. ઉપરની ખીના યાદ રાખીને જીવાનાએ વૃદ્ધોની હાંસી નજ કરવી. પરન્તુ વૃદ્ધોની વૃદ્ધાવસ્થા જોઇને જુવાન પુરૂષાએ જરૂર ચેતીને ચાલવું જોઇએ. કારણકે જીવાની જોત જોતામાં જરૂર ચાલી જવાની છે. ૪૦૧
જુવાનીમાં પાપ કરનારના બેહાલ જણાવે છેઃઆરાગ્યમાં અજ્ઞાનથી ભૂલી સકલ આચારને, પાપા કરે અણછાજતા ઉદયે ધરે બહુ ખેદને; માંદા પડે દુ:ખે સડે કૃતક ભાગવવા પડે, ડહાપણ હવે શા કામનું વળશે ન રજ પુષ્કળ રડે,૪૦૨
અ:—હે જીવ! જ્યારે હારી ધર્મને સાધવા લાયક નિરાગી અવસ્થા હતી, ત્યારે એ અવસ્થામાં તું બીનસમજણથી સર્વ સદાચારને ભૂલીને તારે કરવા ન છાજે ( ન શેલે) તેવાં અનેક પાપકર્મો કરતા હતા, અને જ્યારે તે પાપકર્મી ઉદયમાં આવે છે, ત્યારે તું બહુ ખેદ કરે છે,