________________
૩૦૪
શ્રી વિજ્યપધસૂરિકૃત
પ્રમાદી છે આ પ્રમાણે ખેદ કરે છે - જોયા સીનેમા નાટકે વૈવન મદે ઘેલા બની, ગાયા અધર્મિ ગાયને મસ્તાન ગાવામાં બની; શબ્દ કેનેગ્રાફના ને રેડિયાના સાંભળ્યા, કર્મ બાંધ્યા આકરા તે ધર્મ દિન ચાલ્યા ગયા.૩૯૮
અર્થ:--જુવાનીના મદમાં ગાંડા બનીને તેં ઘણુંએ નાટક જોયાં, ઘણાં સીનેમા જોયા, ઘણાં નાચરંગ જોયા, તેમજ ગાયન ગાવામાં મસ્તાન–ગુલતાન બનીને અનીતિ (અધર્મ)ને પોષનારા ઘણુએ શુગારી ગાયન ગાયાં, ફેનેગ્રાફના અને રેડીયેાના ઘણા શબ્દ સાંભળ્યા, એટલે તેમાં ગવાતાં અનીતિનાં ગાયને અને ભાષણે ઘણાંએ સાંભળ્યાં, તે સાંભળીને અતિશય ચીકણું ઘણું કર્મ–પાપ બાંધ્યાં, અને ખરે ધર્મ જે જુવાનીમાં સાધવાને હોય છે તે જુવાનીના દિવસ તો હારા એ રીતે મોજમજાહમાં ચાલ્યા ગયા. ૩૯૮
ઉત્તમ તક ચૂકે, તેની સ્થિતિ જણાવે છે – ધર્મ કાર્યો સાધવાના તુજ પ્રમાદે રહી ગયા, જાતાં જુવાની જેમ વૃદ્ધજનો આધક દીલગીર થયા; એવું ન હોવે જેમ જીવ ! તું તેમ ચેતી ચાલજે, દાનાદિ હોંશે સાધીને નિજ ઋદ્ધિને વિકસાવજે.૩૯૯
અર્થ:–ઉપર કહ્યા પ્રમાણે ધર્મકાર્ય સાધવાના જુવાનીના દિવસો લ્હારા પ્રમાદમાં રહી ગયા અથવા વહી ગયા, અને જુવાનીનું જોર જ્યારે ચાલ્યું ગયું ત્યારે વૃદ્ધાવસ્થામાં તે વૃદ્ધજને ઉપર કહ્યા પ્રમાણે વિચારીને અત્યંત