________________
ભાવના કહેપલા
૩૦૫
દીલગીર થાય છે, અને કહે છે કે યુવાવસ્થામાં કંઈ પણ ધર્મ સાધી શકાય નિહુ, અને હવે કાયમળ શિથિલ થતાં ધર્મ સાધન જોઇએ તેવુ વધારે થઈ શકતું નથી, માટે હે જીવ! એ પ્રમાણે પાછળથી પસ્તાવા ન કરવા પડે તેમ ચેતીને ચાલજે, અને આન ંદથી દાન વિગેરે ચાર પ્રકારના ધર્મને સાધીને પૂરેપૂરા પુણ્યાયે પ્રાપ્ત થયેલી હારી ઋદ્ધિને તું વિકસ્વર કરજે એટલે ધર્મકાર્યમાં ખરચીને સફળ કરજે. અથવા ઉત્તમ જ્ઞાનાદિ ગુણાને ઉજ્વલ મનાવજે. ૩૯૯
ચાલુ પ્રસંગે જરૂરી દૃષ્ટાંત એ લેકમાં જણાવે છે:જેઈ પીલાં પાંદડાંને હસત લીલાં પાંદડાં, માલે તમારૂ રૂપ ગયું ક્યાં ? કિમ થયા તુમ રાંકડાં ? ઉત્તર દીએ હાંસી કરેા ના હાલ હેાગે અમસમા, નક્કી તમારા નાચવું ના રહી જીવાની તારમાં.૪૦૦
અર્થ:—કેટલાંક વૃક્ષનાં પાન પાકાં થાય ત્યારે પ્રીકાં ને પીળાં પડી જાય છે, ત્યારે તે પ્રીક્કાં અને પીળાં પાંદડાંને લીલાં પાંદડાં હસીને ખેલે છે કે તમારૂં રૂપ કયાં ગયું ? અને તમે આમ રાંક કેમ અની ગયા ? ત્યારે તે પીળાં પાંદડાં જવાબ આપે છે કે હું લીલાં પાન! તમે અમારી હાંસી ન કરા, કારણકે થાડાજ ટાઈમે તમારા હાલ પણ અમારા જેવાજ થવાના છે એમ નક્કી જાણજો, માટે તમારે અત્યારે જુવાનીના અભિમાનમાં આવીને નાચવું નહિ" અથવા રાચવું નહિ. ૪૦૦
!•